સ્વદેશીને પ્રોત્સાહન:નૌકાદળમાં પ્રથમ P15B ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયલ હવે સેવામાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા જહાજને કારણે હવે નૌકાદળનો પ્રહાર વધુ મજબુત અને દમદાર બનશે

ભારતીય નૌકાદળની તાકાત હવે વધુ વધશે. તેને પ્રથમ પી15બી સ્ટીલ્ધ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર મળી છે. મઝગાવ ડોકમાં આ વિનાશિકાની નિર્મિતી કરવામાં આવી છે. નૌકાદળમાં તેને ડિસ્ટ્રોયર તરીકે ઓળખવામાં આવે છે. યુદ્ધજહાજનો આ એક પ્રકાર છે. જાન્યુઆરી 2011માં પ્રોજેક્ટ 15બી અંતર્ગત આવી ચાર ડિસ્ટ્રોયર નિર્મિતીના કરાર કરવામાં આવ્યા હતા.

વિશાખાપટ્ટનમ વર્ગની આ યુદ્ધનૌકા છે. ભારતીય નૌકાદળની ઈન-હાઉસ ડિઝાઈન સંસ્થા દ્વારા આ વિનાશિકાની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડમાં આ યુદ્ધનૈકી બાંધવામાં આવી છે. તેને વિશાખાપટ્ટનમ નામ અપાયું છે. ડિસ્ટ્રોયરના ડેક પરથી વિમાન વિરોધી મિસાઈલો દાગી શકાય છે.

વિશાખાપટ્ટનમ પ્રોજેક્ટ 15બી અંતર્ગત બાંધવામાં આવેલી પ્રથમ ડિસ્ટ્રોયર છે. વિખાખાપટ્ટનમને લીધે ભારતીય નૌકાદળની તાકાત વધવા સાથે આત્મનિર્ભર ભારતની દષ્ટિથી પણ આપણે વધુ સક્ષમ બનીશું. આ યુદ્ધજહાજ પરના અસ્ત્રાથી તે અન્ય ટેકનોલોજીમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

તેની લંબાઈ 164 મીટર છે. તે 7500 ટનનું છે. તેમાં 312 વ્યક્તિ સમાઈ શકે છે. તે લાક્ષણિક 42 દિવસ સુધી મિશન હાથ ધરી શકે છે. તેની પર બે હેલિકોપ્ટર છે. તે પ્રતિકલાક આશરે 55 કિમી ગતિથી દોડી શકે છે. આ અવસરે મઝગાવ ડોક લિમિટેડના સીએમડી વાઈસ એડમિરલ નારાયણ પ્રસાદ, વીએસએમ, સીએસઓ (ટેક) રિયર એડમિરલ કે પી અરવિંદન, કમાન્ડિંગ ઓફિસર, એમડીએલના ડાયરેક્ટરો અને નૌકાદળના અધિકારીઓ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...