તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:રાષ્ટ્રવાદી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સ્વબળે લડવાની ઘોષણા કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આને કારણે મહાવિકાસ આઘાડીના પક્ષો મહાપાલિકાની ચૂંટણીમાં સામસામે આવવાની શક્યતા

રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં હોવા છતાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી કોંગ્રેસ સ્વબળે લડશે એવી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ વારંવાર કહી રહ્યા છે અને તે મુજબ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસે પણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સ્વબળે લડાવવાની ઘોષણા કરી છે.આને કારણે રાજ્યમાં મહાવિકાસ આઘાડીના પક્ષો આગામી ચૂંટણીઓમાં એકબીજા સામે લડતા જોવા મળી શકે છે.

કોઈ પણ પક્ષ આગામી આ ચૂંટણીઓ એકત્ર લડવાની ભૂમિકા ધરાવતા નથી, એમ રાષ્ટ્રવાદીના પ્રવક્તા નવાબ મલિકે સોમવારે જણાવ્યું હતું.સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં સ્થાનિક લોકો નિર્ણય લેશે અને તે અનુસાર પક્ષની ભૂમિકા રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. સ્થાનિક પરિસ્થિતિ અનુસાર આ ચૂંટણીઓ યોજાશે. ત્રણ પક્ષ વિરુદ્ધ ભાજપ એવી લડત સર્વ ઠેકાણે થાય એવી પરિસ્થિતિ નથી, એવી પક્ષની સ્પષ્ટ ભૂમિકા તેમણે રજૂ કરી હતી.

અમુક ઠેકાણે ભાજપનું અસ્તિત્વ નથી. આથી અમુક ઠેકાણે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સામસામે લડી શકે છે. અમુક ઠેકાણે રાષ્ટ્રવાદી – શિવસેના લડત જામી શકે છે. જ્યાં બે પક્ષની, ત્રણ પક્ષની આઘાડી કરવાની જરૂર હોય અથવા સ્વબળે લડવાની જરૂર હોય ત્યાંની પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

કોની પાસે કેટલું સંખ્યાબળ છે
227 બેઠકની મુંબઈ મહાપાલિકા એક નાના રાજ્ય જેટલું બજેટ ધરાવતી હોવાથી બધા જ પક્ષો તેની પર રાજ કરવા ઉત્સુક છે. ફેબ્રુઆરી 2017માં મહાપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જે પછી ઘણા બધા ફેરફાર થયા છે. હાલમાં શિવસેના પાસે 97 બેઠક છે, જ્યારે ભાજપ પાસે 82 બેઠક છે. મનસે પાસે 1, કોંગ્રેસ પાસે 31, રાષ્ટ્રવાદી પાસે 9 બેઠક છે. એઆઈએમઆઈએમ પાસે 2 અને સમાજવાદી પાર્ટી પાસે 6 બેઠક છે.

અન્ય સમાચારો પણ છે...