માદક દ્રવ્યોની હેરાફેરી:માથેરાનની ટ્રેનનું નામ આં.રા.ઈનામ માટે મોકલાયું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલ્યાણ- રેલવે પ્રોટેક્શન ફોર્સ કલ્યાણની ટીમે કોણાર્ક એક્સપ્રેસ પર દરોડો પાડ્યો હતો અને લાખો રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા. કહેવાય છે કે બે બેગમાં ભરેલો આ માદક પદાર્થ (ગાંજા) કોણાર્ક એક્સપ્રેસના કોચ નંબર ડી-2માં સીટ નંબર 84-85 હેઠળ છુપાવવામાં આવ્યો હતો.

આરપીએફ પોલીસ સ્ટેશનના પ્રભારીને બાતમીદાર પાસેથી માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની સંયુક્ત ટીમ બનાવી અને કોણાર્ક એક્સપ્રેસના કોચ નંબર ડી-2 પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન એક લાલ રંગની ટ્રોલી બેગ અને એક કાળા રંગની બેગ મળી આવી હતી. બંને બેગમાં 20 કિલો 780 ગ્રામ ગાંજો રખાયો હતો, જેની કિંમત રૂપિયા 2 લાખ 7 હજાર 800 કહેવામાં આવી રહી છે. કલ્યાણ આરપીએફ પોલીસ સ્ટેશનના પ્રભારી ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, જપ્ત થયેલી ડ્રગ્સ વધુ કાર્યવાહી માટે નાર્કોટિક્સ વિભાગના મુંબઈ યુનિટ ઓફિસર મોહન રાણેને સોંપવામાં આવી છે, જેની ઉક્ત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...