તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નરીમાન પોઈન્ટ સ્થિત ટ્રાઈડેન્ટ હોટેલમાં સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝે સાથે જોવા મળેલી ભેદી મહિલાને આખરે એનઆઈએએ શોધી કાઢી છે. મુંબઈ એરપોર્ટ પરથી મીના જ્યોર્જ નામે આ મહિલાને એનઆઈએ દ્વારા ગુરુવારે કબજામાં લેવામાં આવી હતી.આ મહિલાની અટકાયત પછી તે મીરા રોડમાં ભાડા પર રહેતી હતી એવું જાણવા મળ્યું હતું, જ્યાં એનઆઈએની એક ટીમ તેને મીરા રોડના ફ્લેટ પર લઈ ગઈ હતી અને તેની પૂછપરછ કરી હતી.આ મહિલા સચિન.કોમ, સચિન.ઈન જેવી આઈડીથી વાઝે વતી કારોબાર કરતી હતી.
નોટ ગણતરી કરવાનું મશીન આ મહિલા પાસે જ હતું. ફ્લેટના માલિકના કહેવા મુજબ છેલ્લા 15 દિવસથી મીના ગાયબ હતી. જોકે તેની અટકાયત સાથે ઘણી બધી મહત્ત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે.મીરા રોડ પૂર્વના લક્ષ્મી પાર્ક નજીક કાણકિયા રોડ પર આવેલા એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં તે 401 નંબરના ફ્લેટમાં રહેતી હતી. આ મહિલા વાઝેનું કાવતરું બહાર આવ્યું ત્યારથી ગાયબ થઈ ગઈ હતી. નોંધનીય છે કે વાઝેએ વિસ્ફોટકો મૂકવા માટે કાવતરું ઘડી કાઢવા ટ્રાઈડેન્ટમાં એક ઝવેરી થકી રૂમ બુક કરાવ્યો હતો, જ્યાં વાઝે સાથે ભેદી મહિલા નોટ ગણવાની મશીન સાથે જોવા મળી હતી. જોકે સીસીટીવી ફૂટેજમાં તેનો ચહેરો સ્પષ્ટ જોવા મળ્યો નહોતો.
વાઝે જતો હતો તે હોટેલમાં NIAના દરોડા
દરમિયાન ગુરુવારે દક્ષિણ મુંબઈની એક હોટેલ અને ક્લબમાં નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઇએ) દ્વારા તપાસ કરી હતી. આ હોટેલમાં વાઝે છાશવારે જતો હતો. એનઆઈએની ટીમ બપોરે એક વાગ્યે બાબુલનાથ મંદિર નજીક સોની બિલ્ડિંગમાં આવેલી એક હોટેલ અને ક્લબ પર પહોંચી હતી અને હોટેલમાં બેઠેલા ગ્રાહકો અને સ્ટાફને જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન એનઆઈએએ ક્લબ અને હોટેલમાં કેટલાક લોકોની પૂછપરછ કરી હતી. ત્રણ કલાકથી વધુ સમય સુધી તપાસ બાદ ટીમ ત્યાંથી રવાના થઈ હતી. એનઆઈએ તાજેતરમાં આ કેસમાં તપાસના ભાગરૂપ સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝેને બાબુલનાથ વિસ્તારમાં લાવી હતી. આ હોટેલ અને ક્લબમાં વાઝેની અવરજવર રહેતી હતી. આથી એનઆઈએ તે વિશે વધુ જાણવા માગતી હતી. વાઝેની આ કેસમાં 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.