તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પાલિકાએ પ્રક્રિયા કરેલું 30 લાખ લિટર પાણી નૌકાદળને આપશે

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પીવા સિવાયનાં અન્ય કામો માટે પણ આ પાણી વાપરી શકાશે

કોલાબા ખાતે મહાપાલિકાનું નવું ગંદા પાણીનું પ્રક્રિયા કેન્દ્ર શરૂ થયું છે. દરરોજ 1 કરોડ લીટર જેટલું શુદ્ધ પાણી હવે ઉપલબ્ધ થાય છે. એમાંથી 30,00,000 લીટર પાણી ભારતીય નૌકાદળના કાર્યાલયોને આપવામાં આવશે. પીવા સિવાયના અન્ય કામો માટે આ પાણી વાપરવામાં આવશે. મુંબઈને 385 કરોડ લીટર પીવાના પાણીનો પુરવઠો દરરોજ થાય છે. જો કે અત્યારની લોકસંખ્યાનો વિચાર કરતા 440 કરોડ લીટર પાણીની જરૂર છે. પુરવઠો કરવામાં આવતા પાણીમાંથી 50 ટકા કરતા વધુ પાણી પીવા સિવાયના કામો માટે વાપરવામાં આવે છે.

એના પર ઉપાય તરીકે મહાપાલિકાએ ગંદા પાણી પર પ્રક્રિયા કરીને એનો ઉપયોગ પીવા સિવાયના અન્ય કામો માટે વાપરવાનો વિચાર કરે છે. શહેરના મોટા ગ્રાહકોના કારખાનાઓ, મોટી સરકારી કોલોનીઓ, મોટા કોમ્પ્લેક્સ, કાર્યાલયોને પીવા સિવાયનું આ પાણી પૂરું પાડવામાં આવશે. મુંબઈ રેસકોર્સને પ્રાથમિક પ્રક્રિયા કરેલું પાણી ઉદ્યાન માટે આપવામાં આવે છે. હવે ત્રણ સ્તરીય પ્રક્રિયા કરીને આ પાણી પીવા સિવાયના કામો માટે વાપરવાનો મહાપાલિકાનો પ્રયત્ન છે.

કોલાબા ખાતે શરૂ થયેલા ગંદા પાણી પ્રક્રિયાના નવા કેન્દ્રમાં તૃતીય સ્તરની પ્રક્રિયા બાદનું પાણી ઉપલબ્ધ થવા માંડ્યું છે. આ પાણી ઔદ્યોગિક કારણો માટે, બગીચાના કામ, વાહનો ધોવા વગેરે કામો માટે વાપરવામાં આવશે. કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે : ઘેરઘેરથી અને કારખાનાઓમાંથી નીકળતા તમામ ગંદા પાણી અને મળજળનું વ્વયસ્થાપન મહાપાલિકા દ્વારા કરવામાં આવે છે. એના માટે મહાપાલિકાના 7 પ્રક્રિયા કેન્દ્ર છે. એના દ્વારા ગંદા પાણી પર પ્રક્રિયા કરીને એ પાણી સમુદ્રમાં કે ખાડીમાં છોડવામાં આવે છે. મહાપાલિકાના 7 પ્રક્રિયા કેન્દ્રો વરલી, બાંદરા, ધારાવી, વર્સોવા, મલાડ, ભાંડુપ અને ઘાટકોપર ખાતે છે.

પાણીના પ્રવાહમાં છોડવામાં આવતા ગંદા પાણી પર યોગ્ય સ્તરની પ્રક્રિયા થાય એ માટે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ અને કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળ સમયે સમયે રેટિંગ પ્રસ્તાવિત કરે છે. લોકોના આરોગ્ય માટે અને પર્યાવરણના રક્ષણ માટે આ બાબત જરૂરી છે. તેથી અત્યારના રેટિંગ અનુસાર ગંદા પાણી પર પ્રક્રિયા કરવા સાતેય કેન્દ્રોને અપગ્રેડ કરવાનું કામ મહાપાલિકાએ શરૂ કર્યું છે.

ટેંડરોને એપ્રિલ સુધી માન્યતા
મહાપાલિકાએ વરલી (500 મિલિયન લીટર), બાંદરા (360 મિલિયન લીટર), ધારાવી (417 મિલિયન લીટર), વર્સોવા (180 મિલિયન લીટર), મલાડ (454 મિલિયન લીટર), ભાંડુપ (215 મિલિયન લીટર) અને ઘાટકોપર (337 મિલિયન લીટર) એમ આ પ્રક્રિયા કેન્દ્રો ઊભા કરવા માટે 2020માં ટેંડર મગાવ્યા હતા. એમાંથી મલાડ છોડીને બાકીના પ્રકલ્પો માટે ટેંડર મળ્યા છે. એની ચકાસણી ચાલુ છે અને એને સરકારી માન્યતા એપ્રિલ 2021 સુધી મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો