તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પાલિકા શહેરમાં 65 જગ્યાઓ પર ફૂડ હબ બનાવશે

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સાંજે 6થી રાત્રે 11 દરમિયાન ફૂડ ટ્રકો ચલાવવા માટે પણ મંજૂરી અપાશે

મુંબઈમાં ખાદ્યસંસ્કૃતિને વાચા આપવા માટે મહાપાલિકા દ્વારા હવે ચુનંદાં 65 સ્થળે ફૂડ હબ ઊભા કરવાની યોજના બનાવી છે. વાસ્તવમાં ગયા વર્ષે જ આ માટેનું ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે 2021-22 માટેના બજેટમાં તે માટે જોગવાઈ કરવામાં આવી હોવાથી ટૂંક સમયમાં જ મુંબઈગરાની સેવામાં ફૂડ હબ આવવાની અપેક્ષા છે.મહાપાલિકા દ્વારા શહેરનાં ચુનંદાં 65 સ્થળે ફૂડ હબ સ્થાપવામાં આવશે. પ્રત્યેક ફૂડ હબમાં 30 વિક્રેતા મળીને કુલ 3331 વિક્રેતાઓને ખાદ્યો વેચવા માટે પરવાનગી આપવામાં આવશે.

આ વિક્રેતાઓ ટ્રકો પર અથવા તો સાધારણ સ્ટોલ ઊભા કરીને ખાદ્યો વેચી શકશે. ગયા વર્ષે જ આ યોજનાનો મુસદ્દો ઘડી કાઢવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેના પ્રયાસના ભાગરૂપ તે અંગે હવે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.શહેરમાં ફૂડ હબ નિર્માણ કરવા, ફૂટપાથોનું સુશોભિકરણ કરવા અને ફ્લાયઓવરની નીચેની જગ્યાઓમાં સુશોભિકરણ કરવા માટે મહાપાલિકાના બજેટમાં રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવ્યું છે. મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે બજેટમાં આ અંગેની ઘોષણા કરતાં જણાવ્યું કે અમે આ માટે શહેરમાં 65 જગ્યા ઓળખી કાઢી છે. વિક્રેતાઓને સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ફૂડ ટ્રક થકી પણ ખાદ્યો વેચવા દેવાશે.

અન્ય પ્રવૃત્તિ માટે પરવાનગી નહીં
ફૂડ હબ અને ફૂડ ટ્રકને પરવાનગી સાથે એક શરત એવી રહેશે કે તેઓ કોઈ પણ અન્ય હેતુ કે પ્રવૃત્તિ માટે આ જગ્યા કે સ્ટોલ કે ટ્રકનો ઉપયોગ નહીં કરી શકશે. તેમણે ખાદ્યો જ વેચવાનું ફરજિયાત રહેશે. ઉપરાંત તેમણે મહાપાલિકાના આરોગ્ય વિભાગ, લાઈસન્સ અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગની અને ટ્રાફિક પોલીસ તથા ફાયર બ્રિગેડની પણ પરવાનગી લેવાનું આવશ્યક રહેશે. ખાદ્યો ઉચ્ચ ગુણવત્તાનાં, ઉચ્ચ સ્વચ્છતાવાળાં હોવા જોઈએ, જેની પર આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો