તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાનું સંક્રમણ રોકવા અને કોરોનાગ્રસ્તો માટે આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવા મુંબઈ મહાપાલિકાએ અત્યાર સુધી રૂ. 1470 કરોડનો ખર્ચ કર્યો છે. મહાપાલિકાના આકસ્મિકતા ભંડોળમાં હવે ફક્ત રૂ. 29 કરોડ બચ્યા છે. કોરોના સંબંધી ખર્ચાઓ માટે પહેલાં જ બજેટમાંથી રૂ. 450 કરોડનું આંશિક દાન લેવામાં આવ્યું છે અને આગામી સમયમાં વધુ ખર્ચ કરવો પડશે એમ મહાપાલિકા પ્રશાસન જણાવે છે. તેથી બજેટમાંથી હજી વધુ રૂ. 400 કરોડ રૂપિયાનું આંશિક દાન કરવું એવી વિનંતી પ્રશાસને સ્થાયી સમિતિને કરી છે.
કોરોનાને કારણે મુંબઈ મહાપાલિકાના ખર્ચમાં ખાસ કરીને આકસ્મિક ભંડોળના વપરાશમાં મોટો વધારો થયો છે. કોરોના માટે કરેલી ઉપાયયોજનાઓનો ખર્ચ આ આકસ્મિક ભંડોળમાંથી કરવામાં આવ્યો છે. આ ભંડોળ પૂરું થયા પછી બજેટની સિલ્લકમાં રહેલા અતિરિક્ત રૂ. 450 કરોડ આકસ્મિકતા ભંડોળમાં ઉમેરવામાં આવ્યા. અત્યાર સુધી આ રકમ પણ ખર્ચાઈ ગઈ છે અને હવે સિલ્લકમાંથી વધુ રૂ. 400 કરોડ આકસ્મિકતા ભંડોળમાં આપવા એવી માગણી નાણાં વિભાગે સ્થાયી સમિતિ પાસે કરી છે. આ બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો છે. આ અઠવાડિયે થનારી સ્થાયી સમિતિની બેઠકમાં એના પર ચર્ચા થાય એવી શક્યતા છે. પહેલાં જ મહાપાલિકાની આવકમાં ગાબડું પડ્યું છે ત્યારે બીજી તરફ ખર્ચ વધી રહ્યો છે. તેથી સ્થાયી સમિતિ એના પર શું નિર્ણય લે છે એના પર બધાનું ધ્યાન છે.
મહાપાલિકાના આકસ્મિકતા ભંડોળમાં ચાલુ આર્થિક વર્ષની શરૂઆતમાં રૂ. 852.57 કરોડ રૂપિયા સિલ્લક હતા. રાજ્ય સરકાર તરફથી કોરોનાના ખર્ચાઓ માટે રૂ. 60 કરોડનું ભંડોળ આપવામાં આવ્યું હતું. તેમ જ 2020-21ના બજેટમાં આકસ્મિકતા ભંડોળ માટે રૂ. 300 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ કુલ રૂ. 1212 કરોડમાંથી રૂ. 1182 કરોડ પહેલાં જ ખર્ચાઈ ગયા છે. તેથી બજેટના રૂ. 1644 કરોડની સિલ્લકમાંથી રૂ. 450 કરોડ આકસ્મિકતા ભંડોળમાં આપ્યા. એ પણ ખર્ચાઈ ગયા છે. હવે એમાંથી વધુ રૂ. 400 કરોડ આકસ્મિકતા ભંડોળમાં આપવા એવી માગણી પ્રશાસને કરી છે.
આકસ્મિક ભંડોળનો જમા-ખર્ચ
આકસ્મિકતા ભંડોળમાં 1 એપ્રિલ 2020ના રૂ. 852.57 કરોડ સિલ્લક હતા. રાજ્ય સરકારે કોરોનાના ખર્ચાઓ માટે રૂ. 60 કરોડ આપ્યા. બજેટમાંથી આકસ્મિકતા ભંડોળમાં રૂ. 300 કરોડ આપવામાં આવ્યા અને એના પછી વધુ રૂ. 450 કરોડ આપવામાં આવ્યા. મહાપાલિકાએ કોરોના માટે રૂ. 1470.95 કરોડનો ખર્ચ કર્યો છે. કોવિડ ઉપરાંત અન્ય બાબતો માટે રૂ. 161.69 કરોડનો ખર્ચ થયો છે. હવે આકસ્મિકતા ભંડોળમાં રૂ. 29.93 કરોડ સિલ્લક રહ્યા છે.
આમ થયો ખર્ચ
કોરોનાનો ફેલાવા પર પ્રતિબંધાત્મક ઉપાયયોજના કરવા વિવિધ હોસ્પિટલો, 24 વોર્ડ કાર્યાલયોમાં ક્વોરન્ટાઈન કક્ષ ઊભા કરવા, દવાઓ, ઉપકરણોની ખરીદી, ક્વોરન્ટાઈન કક્ષ માટે કોન્ટ્રેક્ટ પદ્ધતિથી ખાનગી ડોકટરોની નિમણુક, ટેસ્ટ્સ, લેબોરેટરીઓની ક્ષમતા વધારવી, નવી લેબોરેટરીઓ સ્થાપવી વગેરે કામો માટે આ ભંડોળનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.