તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Municipality Has Postponed The Auction Of Property Of Non payers Of Property Tax For The Time Being

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી હાલ આગળ ઠેલી:પાલિકાએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાઓની સંપતિનું લીલામ હાલમાં મુલતવી રાખ્યું

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના નિયંત્રણમાં આવ્યા પછી ફરીથી કાર્યવાહી શરૂ કરાશે

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી મહાપાલિકાએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાઓ પર કરવામાં આવતી કાર્યવાહી હાલ આગળ ઠેલી છે. આમ છતાં નાગરિકોએ પોતાનો ટેક્સ વહેલીતકે ભરવો એવી હાકલ મહાપાલિકાએ કરી છે. અત્યારની સ્થિતિમાં મહાપાલિકની મોટા ભાગની યંત્રણા કોરોના રોકવાના કામમાં વ્યસ્ત છે. તેથી કોરોના નિયંત્રણમાં આવ્યા પછી ફરીથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે એમ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.

મહાપાલિકાએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા નાગરિકો પર આક્રમક કાર્યવાહી કરતા 11,661 માલમત્તા જપ્ત કરી હતી. આ માલમતાનું લીલામ કરીને બાકી નીકળતો કર વસૂલ કરવાનો હતો. જોકે કોરોનાના વધતા ફેલાવાના કારણે હાલ લીલામ પ્રક્રિયા આગળ ઠેલવામાં આવી હોવાનું પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું હતું. મહાપાલિકાના લગભગ 19,000 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સના લેણાં નીકળતા હોવાથી આર્થિક ફટકો પડ્યો હતો. તેથી મહાપાલિકાએ કાર્યવાહી કરીને 1 એપ્રિલ સુધી રૂ. 5135.43 કરોડ ટેક્સ વસૂલ કર્યો હતો.

1 એપ્રિલ સુધી ઉદ્દેશના 98 ટકા કર વસૂલી થઈ હતી. એમાં મોટા અને વર્ષોથી કરચોરી કરનારા નાગરિકોની માલમત્તા જપ્ત કરવામાં આવી હતી. પ્રથમ વખત જ મહાપાલિકાએ 11,661 માલમતા જપ્ત કરી હતી. આ માલમતાનું લીલામ કરીને બાકી નીકળતો કર વસૂલ કરવાનો હતો.

મહાપાલિકાના પ્રયત્નોથી વસૂલી વધી
આર્થિક વર્ષ શરૂ થયા પછી એપ્રિલ મહિનાના પ્રથમ 22 દિવસમાં રૂ. 96 કરોડ રૂપિયાનો કર જમા થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં રૂ. 1,60,00,000 કર જમા થયો હતો. ગયા વર્ષે આર્થિક વર્ષની શરૂઆતથી જ કોરોનાનો ફેલાવો છે. મહાપાલિકાએ કરદાતાઓમાં કરેલી જનજાગૃતિ્ને મહાપાલિકાના પ્રયત્નોથી કરની વસૂલી વધી છે. માર્ચના અંતમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારાઓ પાસેથી મહિને 2 ટકા દંડ સાથે પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની શરૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો