તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય અને મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીથી વધી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા મુંબઈમાં વધી રહી છે ત્યારે 90 ટકા દર્દીઓ ઈમારતોમાં છે. તેથી મહાપાલિકાએ હવે આ નિવાસી સોસાયટીઓ માટે નવી માર્ગદર્શક સૂચનાઓ તૈયાર કરી છે. મુંબઈમાં અત્યાર સુધી 5 કરતા વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ મળવાથી 681 ઈમારતો અને 8790 ઈમારતોમાં માળા સીલ કરવામાં આવ્યા છે. દરેક ઈમારતમાં તેમ જ સોસાયટીમાં દર્દીઓની વધતી સંખ્યા ચિંતાની બાબત બની છે.
આ વાત ધ્યાનમાં રાખીને મુંબઈ મહાપાલિકાએ હવે સોસાયટીઓ માટે માર્ગદર્શક ધોરણ તૈયાર કર્યા છે. સોસાયટીમાં આવતા-જતા દરેક જણે માસ્ક પહેરવો ફરજિયાત છે. આ નિયમનું પાલન થાય છે એના પર સોસાયટીએ ધ્યાન રાખવું. ઘરની બહાર નીકળતા સમયે સેનિટાઈઝર, માસ્ક અને ગ્લોવ્ઝનો ઉપયોગ કર્યા બાદ જ બહાર નીકળવું. વરિષ્ઠ નાગરિકો ઘરની બહાર વિના કારણ ન નીકળે એના પર ધ્યાન આપવું. સોસાયટી કે કોલોનીમાં બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખીને જ વાતચીત કરવી. સોસાયટીના દરવાજાની કડી, કઠેડો, બાંકડો, પાર્કિંગ ઝોન જેવા વિવિધ ઠેકાણે ક્યાંય હાથ લગાડવાનું ટાળવું. સોસાયટીમાંથી બહાર નીકળતા વાહનોને હાથ લગાડવા પહેલાં એને સેનિટાઈઝ કરવું.
ઓનલાઈન પાર્સલ પ્રવેશદ્વાેર પાસે
ઓનલાઈન પાર્સલ મગાવ્યા બાદ સોસાયટીમાં એ સીધા ઘરે ન મગાવતા, સોસાયટીના પ્રવેશદ્વાર નજીક સુરક્ષારક્ષક પાસે એક જ ઠેકાણે રાખવાની વ્યવસ્થા કરવી. ત્યાંથી સેનિટાઈઝેશન કરીને એ ઘરમાં લઈ આવવું. શક્ય હોય તો થોડા કલાક માટે પાર્સલ ખુલ્લા જગ્યામાં રાખવું અને પછી ઘરની અંદર લાવવું.
બહારની વ્યક્તિને પ્રવેશ નહીં
સોસાયટીમાં અથવા પરિસરમાં બહારના કોઈ પણ વ્યક્તિને શક્ય હોય તો સીધા પ્રવેશ ન આપવો. બહારથી આવતા નોકર, ડ્રાઈવર, કચરો ભેગો કરનારા, સફાઈ કર્મચારીઓ માટે તાપમાનની તપાસ, ઓક્સિમીટર, હાથ સ્વચ્છ ધોવાની સગવડ વગેરે બાબતે ઉપલબ્ધ રાખવી.
લિફ્ટના ઉપયોગ સમયે કાગળ રાખવો
સોસાયટીની લિફ્ટનો ઉપયોગ કરતા સમયે હાથમાં કાગળ રાખવો. લિફ્ટના બટન દબાવતા કાગળનો ઉપયોગ કરવો. આ કાગળનો ટુકડો ઉપયોગ કર્યા પછી તરત સંભાળીને કચરાપેટીમાં નાખવો. સોસાયટીમાંથી ઘરે પાછા આવતા ક્યાંય સ્પર્શ ન કરતા પહેલાં સાબુથી હાથ ધોવા.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.