તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈ કોર્ટનું કડક વલણ:બેઘર લોકોના રાત્રીનિવાસની જવાબદારી મહાપાલિકાની છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિકસ્ડ ડિપોઝીટ પર રૂ. 18,000 કરોડ વ્યાજ મેળવતી મુંબઈ મહાપાલિકાને રૂપિયાની અછત નથી. આમ છતાં મુંબઈમાં બેઘર લોકો માટે દરેક વોર્ડમાં રાત્રીનિવાસ ઉપલબ્ધ કરવામાં મહાપાલિકાને અડચણ શું છે એવો સવાલ મુંબઈ હાઈ કોર્ટે પૂછ્યો હતો. બેઘર લોકો માટે રાત્રીનિવાસ ઉપલબ્ધ કરવા એ તમારી જવાબદારી છે. મુંબઈને આંતરાષ્ટ્રીય દરજ્જાનું શહેર બનાવવું હોય તો આ લોકોની જીવનશૈલી પણ સુધારવી પડશે એમ કોર્ટે સંભળાવ્યું હતું.

મુંબઈ અને ઉપનગરોમાં કેટલા જણ બેઘર છે અને કોરોનાની પાર્શ્વભૂમિ પર તેમના માટે શું ઉપાયયોજના કરવામાં આવે છે એવી માહિતી એફિડેવિટ દ્વારા રજૂ કરવાનો આદેશ કોર્ટે મહાપાલિકાને આપ્યો હતો. ગયા વર્ષે કોરોનાની પાર્શ્વભૂમિ પર લાગુ થયેલા લોકડાઉનમાં મુંબઈમાં બેઘર લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને બે ટંકનું ભોજન ઉપલબ્ધ કરી આપવામાં આવતું હતું. સ્વચ્છતાના ભાગ તરીકે સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ તેમના માટે મફત કરવામાં આવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં એમાંથી એક પણ સુવિધા બેઘર માટે ઉપલબ્ધ કરવામાં આવી નહીં.

તેથી તેમના રાત્રીનિવાસની વ્યવસ્થા કરવી, તેમને ભોજન ઉપલબ્ધ કરવું તેમ જ સાર્વજનિક શૌચાલય મફત વાપરવા પરવાનગી આપવાની માગણી જનહિત અરજી દ્વારા કરવામાં આવી છે. જજ એસ.પી.દેશમુખ અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ આ અરજી પર સુનાવણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...