માઉન્ટેડ યુનિટ:મુંબઈ પોલીસ દળની માઉન્ટેડ યુનિટના હવે ફક્ત 8 અશ્વ રહ્યા

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષમાં કોલિક બીમારીથી 4 અશ્વના મૃત્યુ થયા

88 વર્ષ પછી મુંબઈ પોલીસ દળમાં ઘણા ઉત્સાહથી ગયા વર્ષે માઉન્ટેડ યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં 13 અશ્વને આ યુનિટમાં લેવામાં આવ્યા હતા પણ કોરોનાને કારણે લોકડાઉન લાગુ થયું અને યુનિટનું કામ વાસ્તવિકતામાં શરૂ થઈ શક્યું નહીં. બે વર્ષમાં 4 અશ્વના ગંભીર બીમારીથી મૃત્યુ થયા અને એક અશ્વને કાઢી મૂકવામાં આવતા હવે ફક્ત 8 અશ્વ રહ્યા છે. ગયા વર્ષે પ્રજાસત્તાક દિને માઉન્ટેડ યુનિટે શિવાજી પાર્ક ખાતે પરેડ કરીને કામકાજની શરૂઆત કરી હતી. આ યુનિટમાં એ સમયે 6 ભારતીય અને 7 અરેબિયન અશ્વ હતા.

શહેરની ટ્રાફિક વ્યવસ્થા, ગિરદી, રાહદારીના ઠેકાણે અસરકારક પેટ્રોલિંગ કરવાની દષ્ટિએ માઉન્ટેડ યુનિટ ફરીથી શરૂ કરવામાં આવી પણ માર્ચ 2020માં લોકડાઉન લાગુ થયું અને આ યુનિટ પણ ઠંડુ પડ્યું. મરોલમાં આ યુનિટને જગ્યા આપવામાં આવી અને ત્યાં જ અશ્વોની રહેવાની, પ્રેકટિસની વ્યવસ્થા કરવામાં આવી. શરૂઆતમાં થોડા દિવસ બરોબર હતું પણ સમય જતા એક પછી એક આંચકા લાગતા રહ્યા. એક એક કરીને 4 અરેબિયન અશ્વ બે વર્ષમાં યુનિટનો સાથ છોડી જતા રહ્યા.

કોલિક નામની પેટની ગંભીર બીમારીથી પદમકોશા, શિવાલીક સ્કાઈઝ, ડિવાઈન સોલિટેર અને બિકવર્ક નામના અશ્વનું મૃત્યુ થયું. અશ્વોના રાઈડર્સ અને યુનિટના પ્રમુખે આ અશ્વોનો જીવ બચે એ માટે ઘણા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ભારતીય જાતિના એક અશ્વની બીમારીને કારણે યુનિટમાંથી કાઢી મૂકવો પડ્યો.

અન્ય સમાચારો પણ છે...