તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્દેશ:મુંબઈ હાઈ કોર્ટે રાજ્યમાં ફટાકડાઓ સંપૂર્ણ બંધીનો નિર્દેશ આપવાનું નકાર્યું

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આ વર્ષની દિવાળીના તહેવારમાં કોરોનાનું સંકટ જોતા સંપૂર્ણ રાજ્યમાં ફટાકડાઓ પર બંધી લાદવાનો નિર્દેશ આપવો એવી વિનંતી પુણેના અનિરુદ્ધ દેશપાંડેએ તાત્કાલીક જનહિત અરજી દ્વારા કરી હતી. જોકે ફટાકડાઓના પ્રદૂષણ સંદર્ભે રાષ્ટ્રીય હરિત લવાદે (એનજીટી) 9 નવેમ્બરના આપેલા નિર્દેશોનું ચુસ્તતાથી પાલન કરવામાં આવશે એવી ખાતરી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યા પછી મુંબઈ હાઈ કોર્ટે રાજ્યમાં ફટાકડાઓ સંપૂર્ણ બંધી લાદવાનો નિર્દેશ આપવાનું નકાર્યું હતું. ફટાકડાઓને કારણે થતા પ્રદૂષણથી નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતા કોરોનાનો ફેલાવો વધી શકે છે.

આ ડરને ધ્યાનમાં લેતા એનજીટીએ દેશમાં જે શહેરોની હવાની ગુણવત્તા ખરાબ હતી એ શહેરોમાં ફટાકડાઓના વેચાણ અને વપરાશ પર 9 નવેમ્બરના આદેશ દ્વારા બંધી મૂકી હતી. એનો આધાર લેતા અનિરુદ્ધ દેશપાંડેએ એડવોકેટ અસીમ નાફડે મારફત તાત્કાલીક જનહિત અરજી કરીને 10 થી 20 નવેમ્બર સુધી સંપૂર્ણ રાજ્યમાં ફટાકડાઓના વેચાણ અને વપરાશ પર બંધી મૂકવાની વિનંતી કરી હતી. આ બાબતે જજ એ.કે.મેનન અને જજ સુરેન્દ્ર તાવડેની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી. એનજીટીએ જે તે શહેરોની પરિસ્થિતિનો વિચાર કરીને બંધીનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો