તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ચોમાસુ સત્રમાં વિવિધ મુદ્દા પર આઘાડી સરકારની કસોટી થશે

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિરોધીઓ દ્વારા અજિત પવાર અને અનિલ પરબને લક્ષ્ય બનાવાશે

બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેના લેટરબોમ્બને લીધે મુશ્કેલીમાંઆવેલા પરિવહન મંત્રી અનિલ પરબ અને સાતારા જિલ્લાનું જરંડેશ્વર સહકારી સાકર કારખાનું અનધિકૃત રીતે ખરીદી કરવાના થયેલા આરોપોને કારણે વિવાદમાં સપડાયેલા ઉપ મુખ્ય મંત્રી અજિત પવારને ભીંસમાં લઈને રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારને લક્ષ્ય બનાવવાના દાવપેચ વિરોધી પક્ષે વિધાનમંડળના સોમવારથી શરૂ થઈ રહેલા બે દિવસના ચોમાસુ સત્ર માટે તૈયાર રાખ્યા છે.

સરકારે કોરોનાનું કારણ આપીને સત્ર બે દિવસ પૂરતું સીમિત રાખ્યું હોવાથી વિરોધી પક્ષને પણ વિવિધ મુદ્દાઓ ઉઠાવવા માટે સમય ઓછો જ મળવાનો છે. હાલમાં મરાઠા અનામત, ઓબીસીનું રાજકીય અનામત, વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી, કોરોના નિયંત્રણમાં ગડબડ અને રસીકરણ વગેરે મુદ્દાઓ ઉપાડવા માટે વિરોધી પક્ષ દ્વારા તૈયારી કરવામાં આવી છે. ખાસ કરીને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી ત્યારથી આઘાડી સરકારની સ્થિરતા બાબતે તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે.

ત્યારે વિરોધી પક્ષ ભાજપ અત્યંત આક્રમક બની ગયેલો જોવા મળે છે.વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે સરકાર વિવિધ પ્રશ્નોથી ભાગી રહી છે. આથી જ સત્ર ટૂંકાવ્યું છે. આથી અમને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા માટે સમય ઓછો પડશે, જેથી અમે વિધાનસભાની બહાર મુદ્દા ઉપાડીશું. આ પરથી સ્પષ્ટ થાય છે કે સત્તાધારીઓને ભીંસમાં લેવા માટે ભાજપે રણનીતિ બનાવી રાખી છે.

ભાજપની કાર્ય સમિતિની બેઠકમાં અજિત પવાર અને અનિલ પરબ પરના આરોપોની સીબીઆઈ તપાસ કરાવવાનો ઠરાવ સંમત કરવામાં આવ્યો છે. પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જરંડેશ્વર સાકર કારખાનું સંબંધે થયેલા આરોપીની ઈડી થકી તપાસ કરાવવા માગણી કરી છે.

અધ્યક્ષની ચૂંટણીની કસોટી
દરમિયાન વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી લેવા સત્તાધારીઓ બહુ ઉત્સુક નથી. આ બાબતે હજુ પણ અવઢવની સ્થિતિ છે. જોકે તે છતાં વિધાનસભાની ચૂંટણીનો નિર્ણય લેવાય તો તે મંગળવારે થશે અને આ ચૂંટણી આઘાડી માટે મુશ્કેલ કસોટી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...