હવામાન:મુંબઈમાં ચોમાસું હજુ પૂરું થયું નથી ત્યાં ઓક્ટોબર હીટ શરૂ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સામાન્ય કરતાં એકથી દોઢ ડિગ્રી વધુ ઉષ્ણતામાનઃ ભેજ પણ વધ્યો

મુંબઈમાં ચોમાસાએ હજુ વિધિસર વિદાય લીધી નથી ત્યાં ઓક્ટોબર હીટના ચટકા લાગવાનું શરૂ થયું છે. છેલ્લા બે દિવસથી ગરમી સખત વધી છે, જેને લીધે મુંબઈગરા પસીનાથી રેબઝેબ થઈને પરેશાન છે.ગુલાબ ચક્રવાત પછી વરસાદે હાલમાં બ્રેક લીધો છે ત્યાં ઓક્ટોબર હીટ શરૂ થયાના અણસાર મળ્યા છે. સોમવાર- મંગળવાર અને બુધવારે ભારતીય વેધશાળા અનુસાર સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી આસપાસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું. ૨૭ સપ્ટેમ્બરે ઉષ્ણતામાન ૩૧.૩ ડિગ્રી હતું, જે સામાન્ય કરતાં ૧.૪ ડિગ્રી વધુ હતું.

વરસાદે હાલમાં બ્રેક લીધો છે અને સપ્તાહ દરમિયાન મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારે મુંબઈમાંથી વિધિસર ચોમાસાએ એક્ઝિટ કર્યું નથી. ૮ ઓક્ટોબરે વિધિસર રીતે ચોમાસુ એક્ઝિટ કરનાની ધારણા છે. દરમિયાન કોલાબામાં મહત્તમ ઉષ્ણતામાન ૩૨.૬ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૦.૬ ડિગ્રી વધુ હતું. ઓક્ટોબરમાં ગરમીનો પારો ૨થી ૩ ડિગ્રી સુધી પણ વધી શકે છે.દરમિયાન ભેજ પણ વધવાને કારણે મુંબઈગરા પસીનાથી રેબઝેબ થઈ રહ્યા છે. સોમવાર- મંગળવાર-બુધવારે કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૭૪ ટકા અને ૭૧ ટકાભેજની નોંધ થઈ હતી.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસુ ઓક્ટોબરમાં એક્ઝિટ કરે છે, જે પછી ઉષ્ણતામાન અને ભેજમાં વધારો થાય છે. વાયવ્ય ભારતના અમુક ભાગોમાંથી નૈઋત્યનું ચોમાસુ ૬ ઓક્ટોબર આસપાસ એક્ઝિટ કરવાનું શરૂ કરે તે માટે તરફેણકારી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...