તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:મુંબઈમાં હવામાન વિભાગનું રડાર હજી પણ બગડેલું

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાની ગતિવિધીને લઈને મુંબઈ, થાણે, રાયગડમાં 13 જૂન સુધી ઓરેંજ એલર્ટનો ઈશારો

તાઉતે ચક્રવાતને કારણે થયેલા નુકસાન પછી પાઠ ન ભણતા હજી પણ મુંબઈમાં હવામાન વિભાગનું રડાર બંધ છે. આગામી સાત દિવસમાં નવું રડાર કાર્યાન્વિત થશે અને અત્યારે એન્જિનિયરો જૂના રડાર પર જ કામ કરતા હોવાની માહિતી હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગના મહાસંચાલક ડો. મૃત્યુંજય મોહોપાત્રાએ જણાવ્યું કે નવા રડાર પરથી અમે અચૂક માહિતી આપશું. હવામાન અભ્યાસુઓ અને બધા માટે આ રડાર આગામી સાત દિવસમાં ઉપલબ્ધ થશે. ડોપલર રડાર બંધ છે છતાં મુંબઈમાં 60 ઠેકાણે વરસાદની નોંધ અને અચૂક અંદાજ આપી રહ્યા છીએ. જૂના રડારના રિપેરીંગ પછી નવું સી-1 રડાર ટૂંક સમયમાં કાર્યાન્વિત થશે.

કયા વાદળમાં કેટલું પાણી છે, કયા વાદળમાં બાષ્પ છે તેમ જ વાદળોની દિશા કઈ છે, એ વાદળોને લીધે પરિસરમાં વરસાદની તીવ્રતા કેટલી હશે અને કેટલા મિમી વરસાદ દર કલાકે પડશે એનો અંદાજ ડોપલર રડારના માધ્યમથી લેવામાં આવે છે. જોકે રડાર કાર્યાન્વિત ન હોવાથી બુધવારના વરસાદનો અચૂક અંદાજ ચાર-છ કલાક પહેલાં લેવામાં અડચણ આવી. વરસાદ શરૂ થયા પછી મુંબઈના ઓરેંજ એલર્ટને રેડ એલર્ટમાં બદલવામાં આવ્યું હતું.

મુંબઈ સહિત કિનારાપટ્ટીમાં વરસાદનું જોર આગામી ચારપાંચ દિવસ રહેશે એવો અંદાજ હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. મુંબઈ, થાણે, રાયગડમાં અતિ મૂશળધાર વરસાદની શક્યતા હોવાથી 13 જૂન સુધી ઓરેંજ એલર્ટનો ઈશારો આપવામાં આવ્યો છે.

રડારના રિપેરીંગનું કામ ચાલુ
9 જૂનના પહેલા જ દિવસે વરસાદે મુંબઈનું જનજીવન ખોરવી નાખ્યું. મુંબઈ સહિત ઉપનગરોમાં વરસાદે જોરદાર હાજરી આપી હતી. અનેક ઠેકાણે ઊંડાણવાળા ભાગોમાં પાણી ભરાયા. મુંબઈના મહત્ત્વના રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો. રેલવે સેવા પણ ખોરવાઈ. તાઉતે ચક્રવાતના ટાંકણે મુંબઈના રડારમાં ખરાબી થઈ હતી. એ પછી હવે મુંબઈને 5 નવા રડાર મળશે એવી માહિતી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય તરફથી આપવામાં આવી હતી. આ ઘટનાને એક મહિનો થવા આવ્યો છતાં હજી પણ રડારના રિપેરીંગનું કામ ચાલુ છે.

રડાર કયારે બંધ હતું?
2017 ઓખી ચક્રવાત, 2019માં જૂન જુલાઈમાં થયેલા મૂશળધાર વરસાદના સમયે, નિસર્ગ ચક્રવાત 2020 અને તાઉતે ચક્રવાત 2021

અન્ય સમાચારો પણ છે...