તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The Men Sitting On The Ladies Seat In The BEST Bus Were Given Rs. Penalty Of Rs.500, Disputed Decision Regarding Reserved Seat

આદેશ:બેસ્ટ બસમાં લેડીઝ સીટ પર બેસનાર પુરુષોને રૂ. 500નો દંડ, અનામત સીટને લઈને વાદવિવાદ થતા નિર્ણય

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બેસ્ટ બસમાં મહિલા પ્રવાસીઓ માટે અનામત સીટ પરથી અનેક વાર વાદવિવાદ થતો હોય છે. બેસ્ટની બસમાં અમુક સીટ મહિલાઓ માટે અનામત હોવા છતાં અનેક વાર પુરુષ પ્રવાસીઓ આ સીટ ખાલી હોય ત્યારે તેની પર બેસી જાય છે. મહિલા પ્રવાસી આવતાં અમુક પુરુષો સીટ ખાલી કરી આપે છે, પરંતુ અમુક પુરુષો ચોંટી રહે છે, જેને લઈને અનેક વાર વાદવિવાદ સર્જાય છે, જે પછી કંડ્કટરને મધ્યસ્થી કરવી પડે છે. આનો ઉકેલ હવે બેસ્ટે શોધી કાઢ્યો છે. હવે જો બસમાં લેડીઝ સીટ પર પુરુષો બેસી જાય તો તેમને રૂ. 500નો દંડ ભરવો પડશે.

બેસ્ટ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવતી બેસ્ટની બસમાં હવે પછી જો કોઈ પણ પુરુષ પ્રવાસી લેડીઝ સીટ પર બેસી જશે તો તેમને દંડ કરવામાં આવશે. અનેક ફરિયાદો બાદ બેસ્ટ પ્રશાસને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના ભાગરૂપ કસૂર કરનાર પુરુષ પ્રવાસીઓને રૂ. 500નો દંડ ભરવો પડશે. જો સીટને લઈને વિવાદ થાય તો કંડક્ટર બસને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટે ડ્રાઈવરને સૂચના આપશે, જ્યાં પછી સંબંધિત પ્રવાસી સામે મહારાષ્ટ્ર મોટર વાહન કાયદા અંતર્ગત કાર્યવાહી કરાશે અને દંડ વસૂલ કરવામાં આવશે. નોંધનીય છે કે બસ એ મુંબઈમાં પ્રવાસનું સૌથી સસ્તું વાહન હોવાથી રોજ લગભગ 40 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...