ચુપકીદી તોડી:મિડિયા અને પરિવારે મને પહેલેથી જ દોષી જાહેર કર્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હું પોર્ન કન્ટેન્ટમાં ક્યારેય સામેલ નહોતો : કુંદ્રા

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફી કેસમાં નામ આવ્યાના મહિનાઓ બાદ ચુપકીદી તોડી છે. કુંદ્રાએ આ આખી ઘટનાને “વિચ હંટ’ તરીકે જણાવી છે. કુંદ્રાએ સોશિયલ મિડિયા મંચ પર જારી નિવેદનમાં જણાવ્યું કે પોર્ન કન્ટેન્ટના પ્રોડક્શન તથા ડિસ્ટ્રિબ્યુશન સાથે હું ક્યારેય જોડાયેલો નહોતા.ઉલ્લેખનીય છે કે કુંદ્રાની જુલાઈમાં પોર્ન કેસમાં મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા.

હાલમાં સુપ્રીમ કોર્ટે કુંદ્રાની અન્ય કેસમાં આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી અને ચાર અઠવાડિયાં સુધી તેની ધરપકડ નહીં કરવા આદેશ આપ્યો છે.કુંદ્રાએ કહ્યું કે, બહુ વિચાર્યા બાદ અનેક ખોટા તથા બિનજવાબદાર નિવેદનો, રિપોર્ટ્સ વાંચ્યા અને જોયા બાદ મને લાગ્યું કે મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી. હું મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફીમાં સામેલ થયો નથી. આ પૂરી ઘટના બીજું કંઈ નહીં, પરંતુ વિચ હંટ છે.

અન્ય સમાચારો પણ છે...