• Gujarati News
  • Local
  • Mumbai
  • The Mechanism Claims To Be In Control Of The Situation By Finding Contacts Of Coronary Artery Patients

કોરોનાવાઈરસ:કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કોને શોધવાથી પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો તંત્રનો દાવો

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15 લાખ 49 હજાર વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવા મહાપાલિકા માટે શક્ય થયું

માનસિક રીતે ભાંગેલા કોરોના દર્દીઓ પાસેથી તેમના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવી અને ક્વોરન્ટાઈન માટે તૈયાર કરવાનો પડકાર ઝીલવાને લીધે મુંબઈ મહાપાલિકા માટે ૧૫ લાખ ૪૯ હજાર વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવા શક્ય થયું. આટલા મોટા પ્રમાણમાં ક્વોરન્ટાઈન કરવાને લીધે મુંબઈની પરિસ્થિતિ પર નિયંત્રણ રાખી શકાયું એવો દાવો મહાપાલિકા અધિકારીઓ કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓ મળ્યા પછી મહાપાલિકાના આરોગ્ય કર્મચારીઓ તેમની સાથે સંપર્ક સાધે છે. સંક્રમણ રોકવા માટે દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધીને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.

૨ લાખ ૪૬ હજાર ૮૭૦ શંકાસ્પદોને હોમ ક્વોરન્ટાઈન થવાનું જણાવવામાં આવ્યું
તેમના સંપર્કમાંના શંકાસ્પદોની માહિતી મેળવવાનું અને તેમને તૈયાર કરવાનું કુશળતાભર્યું કામ મહાપાલિકા કર્મચારીઓએ કરવું પડે છે. અનેક વખત શંકાસ્પદ દર્દી ક્વોરન્ટાઈન થવા માટે સહકાર્ય કરતા નથી અથવા નાસી જાય છે. આવી અડચણોને માત કરતા મહાપાલિકા કર્મચારીઓએ દર્દીઓના સંપર્કમાં આવેલા લાખો શંકાસ્પદોને શોધ્યા છે. અત્યાર સુધી ૧૫ લાખ ૪૯ હજાર ૭૮૬ વ્યક્તિઓને શોધવામાં આવ્યા છે. એમાંથી ૫ લાખ ૧૯ હજાર ૨૦૪ જણ અતિજોખમી જૂથમાં અને ૧૦ લાખ ૩૦ હજાર ૫૮૨ ઓછા જોખમી જૂથમાં સમાવેશ છે. ૧૨ લાખ ૯૦ હજાર ૫૪૨ જણે ક્વોરન્ટાઈનનો સમય પૂરો કર્યો છે. ૧૨ હજાર ૩૭૪ શંકાસ્પદો કોરોના શુશ્રુષા કેન્દ્ર-૧માં દાખલ છે. ૨ લાખ ૪૬ હજાર ૮૭૦ શંકાસ્પદોને હોમ ક્વોરન્ટાઈન થવાનું જણાવવામાં આવ્યું. હોમ ક્વોરન્ટાઈન થઈને કેવી રીતે સારવાર કરવી એની માહિતી તેમને આપવામાં આવી એવું મહાપાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું. 

૧ લાખ ૧૭ હજાર ૪૯ અને ૨૪ હજાર ૭૦૪ કોરોના શંકાસ્પદોને દાખલ કરવામાં આવ્યા
મુંબઈમાં ૩૨૭ કોરોના શુશ્રુષા કેન્દ્ર-૧ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં ૫૦ હજાર ૪૯૩ બેડની વ્યવસ્થા છે. શુશ્રુષા કેન્દ્ર-૧માં ૧૨ હજાર ૩૭૪ શંકાસ્પદોને દાખલ કરવામાં આવ્યા છે. ૨૪ હજાર ૨૧૯ બેડની ક્ષમતાવાળા ૧૭૨ શુશ્રુષા કેન્દ્ર-૨માંથી ૬ હજાર ૧૬૦ બેડની ક્ષમતાવાળા ૫૭ કેન્દ્ર કાર્યાન્વિત છે. એમાં ૨૭૩૬ દર્દીઓ દાખલ છે. અત્યાર સુધી કોરોના શુશ્રુષા કેન્દ્ર-૧ અને કોરોના શુશ્રુષા કેન્દ્ર-૨માં અનુક્રમે ૧ લાખ ૧૭ હજાર ૪૯ અને ૨૪ હજાર ૭૦૪ કોરોના શંકાસ્પદોને દાખલ કરવામાં આવ્યા છે. ક્વોરન્ટાઈન મુદત પૂરી થાય પછી તેમને ઘરે મોકલવામાં આવ્યા એવી માહિતી મહાપાલિકા અધિકારીઓએ આપી હતી. 

તૈયાર કરવાનો પડકાર ઝીલતા
કોરોનાનું સંક્રમણ થયું હોવાની જાણ થાય ત્યારે પગ નીચેની જમીન સરકી જાય છે. પણ એ જ સમયે વાઈરસ રોકવાનો પડકાર મહાપાલિકા કર્મચારીઓ સમક્ષ હોય છે. આ કર્મચારીઓ માનસિક રીતે ભાંગી પડેલા દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની માહિતી ખૂબીથી કઢાવે છે. સંપર્કમાં આવેલા વ્યક્તિઓ ઘરની હોય તો ઝાઝી અડચણ આવતી નથી. પણ બહારની વ્યક્તિઓ હોય તો ફોન નંબર, સરનામુ શોધીને તેમની તબિયતની પૂછપરછ કરવામાં આવે છે. ક્વોરન્ટાઈન કરવામાં આવશે એવા ડરથી અનેક જણ માહિતી આપવા તૈયાર હોતા નથી. પણ તેમને તૈયાર કરવાનું મુશ્કેલ કામ કર્મચારીઓએ કરવું પડે છે. આ કામની જવાબદારી મહાપાલિકા વોર્ડ કાર્યાલયના આરોગ્ય કર્મચારી અને આરોગ્ય સ્વયંસેવિકા પર છે.

ઉપાય યોજનાઓનો ફાયદો
અતિજોખમી જૂથના કોરોના શંકાસ્પદોને ક્વોરન્ટાઈનમાં રાખવાથી સંક્રમણનું જોખમ થોડું ઘણું ઓછું થયું. એ સાથે જ ધારાવી જેવા ભાગમાં ઘેરઘેર જઈને તપાસણી, ખાનગી ડોકટરોની મદદ વગેરે જેવી ઉપાયયોજનાઓનો પણ ફાયદો થયો એમ મુંબઈ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...