તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનો સોશિયલ વિચાર:મેયરપદનો ઉમેદવાર રિતેશ, મિલિંદ અને સૂદ જેવો હોવો જોઈએ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસની સ્ટ્રેટેજી કમિટીના અહેવાલમાં સંબંધિતનું નામ ચૂંટણી પૂર્વે જાહેર કરવા માટે સૂચન

એશિયામાં સૌથી ધનાઢ્ય અને એક નાના રાજ્ય જેટલું બજેટ ધરાવતી મુંબઈ મહાપાલિકાની આગામી વર્ષના આરંભમાં આવી રહેલી ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા માટે દરેક પક્ષોએ મોરચાબાંધણી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, રાષ્ટ્રવાદીની આઘાડી હોવા છતાં કોંગ્રેસે મહાપાલિકાની ચૂંટણીમાં સ્વબળે લડવાની ઘોષણા કરી દીધી છે, જેની જોરદાર તૈયારીઓ શરૂ કરી છે.

આના જ ભાગરૂપે કોંગ્રેસની સ્ટ્રેટેજી કમિટીના સચિવ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ જોતાં મુંબઈના મેયરપદ માટે કોંગ્રેસનો આધાર ફિલ્મી કલાકારો પર હોવાનું જણાય છે. મુંબઈ કોંગ્રેસ સ્ટ્રેટેજી કમિટીના સચિવ ગણેશ કુમાર યાદવે આ અહેવાલ રજૂ કર્યો છે, જેમાં મેયરપદ માટે નામોનું સૂચન કર્યું છે. તેમાં અભિનેતા રિતેશ દેશમુખ, સોનુ સૂદ અથવા મોડેલ અને અભિનેતા મિલિંદ સોમણ જેવી સેલિબ્રિટી તક આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.

મેયરપદનો ઉમેદવાર રાજકીય નહીં હોવો જોઈએ. તે સામાજિક ક્ષેત્રનો હોવો જોઈએ અને મતદારો સાથે તેનું જોડાણ હોવું જોઈએ. આ હસ્તીઓ જેવી સામાજિક પાર્શ્વભૂ હોય તેને જ મેયર બનાવવો જોઈએ. ઉપરાંત ચૂંટણી પૂર્વે સંબંધિત વ્યક્તિનું નામ ઘોષિત કરવું જોઈએ, એવું સૂચન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસે મહાપાલિકા ચૂંટણી પૂર્વેની પરિસ્થિતિઓ પર અભ્યાસ કરવા માટે વિવિધ સમિતિઓ નીમી છે, જેમાંથી યાદવના સચિવપદ હેઠળની આ એક સમિતિ છે. તેમાં એચ કે પાટીલ, અશોક ચવ્હાણ, નાના પટોલે, ભાઈ જગતાપ, અસલમ શેખ, વર્ષા ગાયકવાડ, ચંદ્રકાંત હંડોરે, વિરોધી પક્ષ નેતા રવી રાજા છે, જેમની સામે હવે આ અહેવાલ રજૂ કરવામાં આવશે.

મહાપાલિકામાં પક્ષોનું સંખ્યાબળ
હાલમાં મહાપાલિકામાં શિવસેનાના 94 નગરસેવક, ભાજપના 83, કોંગ્રેસના 29, રાષ્ટ્રવાદીના 8, સમાજવાદીના 6, એમઆએમના 2, મનસે 1, અભાસેનો 1 નગરસેવક છે. રાજ્યની સત્તામાં વાંકું પડ્યા પછી હવે ભાજપનો મહાપાલિકાની સત્તામાં શિવસેના સાથે સહભાગ નથી. ભાજપે 2014માં રાજ્યમાં સરકાર સ્થાપવા માટે શિવસેનાએ ટેકો આપ્યો હોવાથી મેયરપદ માટે દાવો કર્યો નહોતો.

શિવસેનાને મેયરપદ પર દાવો કરવા માટે બહુમતીનો જાદુઈ આંકડો 113 જોઈતો હતો. આ માટે ભાજપે મદદ કરી હતી. જોકે આ વખતે રાજકીય સમીકરણો સાવ બદલાઈ ગયાં હોવાથી એકંદરે ચૂંટણી જબરદસ્ત રસીકસીભરી રહેવાની છે.

અન્ય સમાચારો પણ છે...