વિવાદ:વિશિષ્ટ આહાર પદ્ધતિનો પુરસ્કાર સ્વીકારતાં મેયર વિવાદમાં સપડાયાં

મુંબઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહાકારપૂરક આસ્થાપનાની સમૃદ્ધિ અને માનવી તથા અન્ય પ્રાણીઓ માટે એક ઉત્તમ વિશ્વ નિર્માણ થાય તે માટે પોષક વાતાવરણ નિર્માણ કરવા માટે પિટા ઈન્ડિયાના 2021 માટેના સૌથી શાકાહારપૂરક શહેર તરીકે મુંબઈની પસંદગી કરવામાં આવી છે. મેયર કિશોરી પેડણેકરે મુંબઈગરા વતી આ પુરસ્કાર સ્વીકાર્યો. હવે એક વિશિષ્ટ આહાર પદ્ધતિનો પુરસ્કાર સ્વીકારવાથી મેયર વિવાદમાં સપડાયાં છે. તેમની પર વિરોધી પક્ષે ટીકાઓ શરૂ કરી છે.

મુંબઈમાં છેલ્લાં અનેક વર્ષથી માંસાહારી- શાકાહારી વિવાદ ચાલી રહ્યો છે. માંસાહારના વિરોધી અમુક બિલ્ડરો, સોસાયટીઓ માંસાહાર કરનાર કુટુંબીઓને પોતાની ઈમારતમાં ઘર ખરીદી કરવા દેતા નથી. આ પરથી મહાપાલિકા સભાગૃહમાં વારંવાર વિવાદ થયા છે. માંસાહારી કુટુંબને ઘર નકારનારા બિલ્ડરો પર કાર્યવાહી કરવાનો ઠરાવ પણ સભાગૃહમાં મંજૂર કરવામાં આવ્યો છે. જોકે તેની અમલબજાવણી કરાઈ નથી. શાહાકાર- માંસાહાર પરથી મુંબઈમાં કાયમ વાદવિવાદ થાય છે ત્યારે મેયરે શાકાહારને પુરસ્કૃત કરતી પિટા ઈન્ડિયાનો શુક્રવારે પુરસ્કાર સ્વીકારતાં આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

મેયરે એવોર્ડ સ્વીકારતી વખતે જણાવ્યું હતું કે આપણે વિચારથી, આહારથી, વિહારથી શાહાકારી હોવું જોઈએ. પ્રાણીઓને પણ મુક્ત વિહાર કરવા માટે જગ્યા હોવી જોઈએ એવા દષ્ટિકોણમાંથી મહાપાલિકાએ પ્રાણીઓ માટે ઉદ્યાન તૈયાર કર્યું છે. મનુષ્ય, પ્રાણીધર્મ પાળીને મૂગાં પ્રાણીઓ પર પ્રેમ કરીશું, એમ મેયરે જણાવ્યું હતું.

પિટાએ સ્પષ્ટીકરણ કર્યું
દરમિયાન પિટા ઈન્ડિયાએ સ્પષ્ટીકરણ કર્યું છે. મુંબઈમાં શાકાહારીઓ માટે ખાવાના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. મોટે પાયે શાકાહારી ખાદ્યપદાર્થોનો પુરવઠો કરતી હોટેલો છે. મુંબઈમાં ભારતના ચોથા ભાગની લોકસંખ્યા માંસમુક્ત છે. તેમને માટે વિવિધ પ્રકારની કોફી, પિઝા, બર્ગર સાથે વડાંપાંઉ, મિસળપાંઉ, શેવપૂરી, કોથમીરવડી, રગડા પેટિસ જેવા સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ ઉપલબ્ધ છે. પ્રાણીઓને ક્રૂર વર્તણૂક નહીં આપનારા ફેશન અને સૌંદર્ય પ્રસાધનની બ્રાન્ડ ઉપલબ્ધ છે. આ માટે જ પુરસ્કાર આપવામાં આવ્યો છે, એમ પિટા ઈન્ડિયાના વેહન ફૂડ્સ એન્ડ ન્યૂટ્રિશન સ્પેશિયાલિસ્ટ ડો. કિરણ આહુજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...