તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:12 વિધાનસભ્યોની નિયુક્તિનો મામલો કોર્ટમાં

મુંબઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલના નિર્ણયને કાયદાની કાર્યકક્ષામાં લાવવાની માગણી

આઠ મહિના વીતી જવા છતાં રાજ્યપાલે વિધાન પરિષદ પર 12 નોમિનેટેડ સભ્યોની નિયુક્તિ કરી નથી. આથી મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. રાજ્યપાલ કાયદેસર કાર્યવાહીની કક્ષામાં આવતી નહીં હોવા છતાં તેમના નિર્ણય કાયદાની કાર્યકક્ષામાં હોય તે આવશ્યક છે એવી માગણી અરજીમાં કરવામાં આવી છે. કોર્ટની સામે અગાઉ 12 સભ્યોના નામનો વિરોધ કરતી અરજી પડેલી છે. તેમાં આ નવી અરજી આવતાં કોર્ટ તેની પર શું નિર્ણય લે છે તે તરફ સૌની મીટ રહેશે.

નાશિકના રહેવાસી રતન સોલીએ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેની પર ચીફ જસ્ટિસની ખંડપીઠ સામે સુનાવણી શરૂ થઈ છે. સરકારે રાજ્યપાલ પાસે 12 સભ્યોનાં નામ મોકલ્યાં છે. જોકે તેની પર આઠ મહિના વીતી જવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી.

રાજ્યપાલ કાયદેસર કાર્યવાહીની કક્ષામાં આવતા નહીં હોવા છતાં તેમના નિર્ણયને કાયદાની કાર્યકક્ષામાં લાવવાનું આવશ્યક છે, એવો દાવો અરજદાર સોલીએ કર્યો છે. તેની પર જનહિત અરજી દ્વારા રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉઠાવી શકાય કે કેમ એવો પ્રશ્ન સવાલ પૂછવાનો અધિકાર : સંવિધાને આપેલા અભયને લીધે રાજ્યપાલને કોઈ પણ રીતે કાયદાની કાર્યકક્ષામાં લાવી નહીં શકાય. જોકે તેમના નિર્ણય બાબતે સવાલ પૂછવાનો અધિકાર છે. અમે ફક્ત રાજ્યપાલે તેમની ભૂમિકા સ્પષ્ટ કરવી એવી માગણી કરી રહ્યા છીએ. રાજ્યપાલે જે નિર્ણય લેવો હોય તે લે. તે મુજબ પછી સરકાર આગળની કાર્યવાહી કરી શકશે, એમ અરજદારે જણાવ્યું છે. કાયદાથી સરકારને મોકલેલાં નામ માન્ય કરવાં રાજ્યપાલ માટે બંધનકારક છે. જોકે આમ છતાં નિર્ણય લેવાતો નથી. આ પ્રકાર કાયદાથી સંમત કરેલા નિયમોનું ઉલ્લંઘન કરનારો છે, એવો દાવો પણ અરજદારે કર્યો છે.

કોનાં નામોની ભલામણ છે
મહાવિકાસ આઘાડી વતી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ 12 નામની યાદી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પાસે સુપરત કરી છે.

સરકારની સલાહથી નિર્ણય આવશ્યક
સંવિધાને રાજ્યપાલને મર્યાદિત અધિકાર આપ્યા છે. રાજ્યપાલ વિધાનમંડળની મંજૂરી વિના કોઈ પણ નિર્ણય લઈ શકે નહીં. આ જ રીતે સરકારે આપેલી સલાહ અનુસાર તેમણે નિર્ણય લેવાનું આવશ્યક હોય છે, એવી માહિતી રાજ્યના સોલિસિટર જનરલ આશુતોષ કુંભકોણીએ રાજ્ય સરકાર વતી હાઈ કોર્ટને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...