તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:5 લાખની નકલી નોટો આપતો સૂત્રધાર ગુજરાતમાં ઝડપાયો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

એક લાખ રૂપિયા લો અને પાંચ લાખ રૂપિયાની નકલી નોટો મેળવો એવી પદ્ધતિથી બજારમાં નકલી નોટો વહેંચતી એક ટોળકીનો પર્દાફાર્શ કરવામાં પિંપરી-ચિંચવડ પોલીસને સફળતા મળી હતી. આ રેકેટનો રેલો ગુજરાત સુધી હોવાનું તપાસમાં જણાયા બાદ પિપંરી-ચિંચવડ પોલીસે ગુજરાત જઈને કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં રૂ. 32 લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પિંપરી-ચિંચવડ પોલીસે નકલી નોટો છાપતી ટોળકીનો ગુજરાતમાં જઈને પર્દાફાર્શ કર્યો હતો. એની શરૂઆત નિગડીથી થઈ હતી. આ ટોળકી એક લાખના બદલે પાંચ લાખની નકલી નોટો આપતી એમ પોલીસ તપાસમાં જણાયું હતું.

ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત કુલ 6 જણની ધરપકડ કરવામાં નિગડી પોલીસને સફળતા મળી હતી. આ ટોળકી પાસે રૂ. 32 લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. મુખ્ય આરોપી રાજુ ઉર્ફે રણજિત સિંહ ખતુબા પરમાર, ગોરખ દત્તાત્રય પવાર, વિઠ્ઠલ ગજાનન શેવાળે, જિતેન્દ્ર રંકનીધી પાણીગ્રહી, જીતેન્દ્રકુમાર નટવરભાઈ પટેલ અને કિરણકુમાર કાંતીલાલ પટેલ એમ કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાંથી વિઠ્ઠલ શેવાળે વન અધિકારી છે.

અન્ય સમાચારો પણ છે...