તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:માલવણીની સ્કૂલે વિદ્યાર્થીઓની ફી માફ કરીને દાખલો બેસાડ્યો

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1500 વિદ્યાર્થી ભણી રહ્યાં છે, વાલી સંગઠને સ્કૂલના નિર્ણયને બિરદાવ્યો

કોરોનાકાળમાં અસંખ્ય નાગરિકોના રોજગાર અને નોકરીઓ મુશ્કેલીમાં આવી ગયા છે. કામધંધા ઠપ થઈ ગયા છે. આવા સંજોગોમાં મલાડના માલવણીની હોલી સ્ટાર ઈન્ગ્લિશ સ્કૂલે શૈક્ષણિક ફી માફ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ રીતે વિદ્યાર્થીઓની ફી માફ કરનારી મુંબઈની તે સંભવિત રીતે પ્રથમ જ સ્કૂલ છે. વાલી સંગઠને સ્કૂલના આ નિર્ણયનું જોરદાર સ્વાગત કર્યું છે.

સ્કૂલના મુખ્યાધ્યાપક હુસૈન શેખે જણાવ્યું હતું કે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓના બધા વાલી આર્થિક મુશ્કેલીમાં સપડાયા છે. આથી તેમને દિલાસો મળે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ પૂર્ણ થાય તે માટે અમે આ નિર્ણય લીધો છે.આને અમારી સ્કૂલનું આર્થિક પાસું મોટે પાયે કમજોર થશે તે અમે જાણીએ છીએ. જોકે એક સામાજિક ભાન તરીકે અમે આ નિર્ણય લીધો છે. આથી સ્કૂલ ચલાવવા માટે જરૂર પડ્યે અમે કુટુંબનું સોનું, દાગીના વેચીને બધા બાળકોને શિક્ષણ આફવાનું ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય માટે શિક્ષકોએ પણ મોટો આધાર આપ્યો હોઈ તેમણે પોતાનું યોગદાન આપવાનું માન્ય કરવાથી આ નિર્ણય લેવામાં અમને મદદ થઈ છે.

અમારી સ્કૂલમાં પ્રથમથી દસ ધોરણ સુધી 1500 વિદ્યાર્થી ભણી રહ્યા છે. આમાંથી જે વાલીઓની આર્થિક સ્થિતિ સારી છે તેવા અનેક લોકોને અમે આ ફીમાં અડધી સવલત આપતાં તેમને પણ મોટો દિલાસો થયો છે. આ સાથે જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ અત્યંત નાજુક છે તેમને આર્થિક મદદ મળે તે માટે સ્કૂલના સંકુલમાં આ વિદ્યાર્થીઓ માટે અમે મદદ કરવા એક મોટું બોક્સ રાખ્યું છે. અનેક દાતાઓ આ મદદ માટે આગળ આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...