હાલાકી:બાંદરામાં મુખ્ય જળવાહિનીનું ગળતર 18 કલાકે બંધ કરાયું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનની નીચે 12 ફૂટ ઊંડાણમાં ગળતર અચૂક શોધી કાઢી સમારકામ કર્યું

પાલી જળાશયના બાંદરા રેક્લેમેશન ઈનલેટ પર મહેબૂબ સ્ટુડિયો ખાતે 600 મિ.મી. વ્યાસની જળવાહિનીમાં મોટું ગળતર થઈને હજારો લિટર પાણી વેડફાઈ હતું. મહાપાલિકાના એડિશનલ કમિશનર (પ્રકલ્પ) પી. વેલરાસૂની આદેશથી જળવાહિની તુરંત દુરસ્તી કરતા એન્જિનિયરિંગ વિભાગે આસિસ્ટન્ટ એન્જિનિયરના માર્ગદર્શનમાં 18 કલાકની લાગલગાટ ભારે જહેમતથી આખે ગળતર દૂર કરીને લાખ્ખો લિટર પાણી વેડફાતું રોક્યું છે.

જળ પુરવઠાનું પાણી બધી બાજુથી જમા થવાથી અને કોન્ક્રીટનો રોડ હોવાથી ગળતર શોધવાનું મુશ્કેલ હતું. ગળતર શોધક પથકે આધુનિક યંત્રની મદદથી જમીનની નીચે 12 ફૂટ ઊંડું ગળતર અચૂક રીતે શોધી કાઢ્યું હતું. આ પછી જેસીબીથી ખોદકામ કરાયું હતું.

અહીં મહાનગર ટેલિફોન, ટાટા, રિલાયન્સ, અદાણી, મહાનગર ગેસ વગેરેની હાઈ વોલ્ટેજ કેબલોનું નેટવર્ક ફેલાયેલું છે. તેમાંથી અત્યંત કાળજીપૂર્વક ખોદકામ કર્યું હતું, કારણ કે ગળતરનું પાણી આકેબલ્સની ચેમ્બરમાં જતું હતું. જોખમ ટાળવા સંબંધિત યંત્રણાને વિશ્વાસમાં લઈને કામ પાર પડાયું હતું.

પડકારજનક કામ પાર પાડનારા હીરો
વોટર એન્જિનિયર પ્રભારી સંજય આર્તે, સબ વોટર એન્જિનિયર રાજેશ તામ્હાણે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુશીલ ચવ્હાણના માર્ગદર્શનમાં જીવન પાટીલની આગેવાનીમાં તેજસ, રમેશ કુરહાડે, અમિત હટવાર, ડોનાલ્ડ, વૈભવ ગાવડેએ આ પડકારજક કામ પાર પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...