તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મુંબઈમાં સંરક્ષણ દળની ત્રણેય પાંખનું લોજિસ્ટિક્સ નોડ કાર્યરત

મુંબઈ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સશસ્ત્ર દળોને સફળતાથી કામગીરી પાર પાડવામાં તે મદદરૂપ થશે

ભવિષ્યમાં સંભવિત સર્વ યુદ્ધો સંરક્ષણ દળની ત્રણેય પાંખો એકત્રિત રીતે હાથ ધરશે. સશસ્ત્ર બળોને સફળતાથી કામગીરી પાર પાડવામાં મદદરૂપ થવા માટે યુદ્ધના બધા તબક્કા દરમિયાન મજબૂત લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરું પાડવાનું મહત્ત્વપૂર્ણ છે. આથી જ ત્રણેય પાંખોના લોજિસ્ટિક્સ એકીકરણ માટે પ્રથમ પરંતુ નક્કર પગલાંરૂપે ત્રણ સંયુક્ત નોડ્સની સ્થાપના કરવા માટે વડામથક ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના ઉપક્રમે સંયુક્ત કામગીરી વિભાગ દ્વારા સરકાર પાસે રજૂઆતો કરવામાં આવી હતી.

સરકારે 12 ઓક્ટોબર, 2020ના રોજ મંજૂરી આપી હતી, જેના ભાગરૂપે મુંબઈમાં 1 એપ્રિલ, 2021ના રોજ જોઈન્ટ લોજિસ્ટિક્સ નોડ્સ (જેએલએન)ની સ્થાપના કરવામાં આવી હતી. અગાઉ ગૌહાટી અને આંદામાન અને નિકાબોર કમાન્ડ, પોર્ટ બ્લેર ખાતે જેએલએનની સ્થાપના કરવામાં આવી હતી.જનરલ બિપિન રાવત દ્વારા સેવાઓને મુંબઈમાં ત્રીજા જેએલએનનું સમર્પણ કરાયું.

આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન વાઈસ એડમિરલ આર હરી કુમાર દ્વારા સંભાળવામાં આવ્યું હતું. જેએલએન નાના શસ્ત્રાસ્ત્રો, અનાજપાણી, ઈંધણ, જનરલ સ્ટોર્સ, નાગરી ભાડાનાં પરિવહન, ઉડ્ડયન, વસ્ત્રો, સ્પેર્સ, એન્જિનિયરિંગ સપોર્ટ માટે ત્રણેય પાંખોને આવરી લેતાં અખંડ લોજિસ્ટિક્સ પૂરું પાડશે. આને કારણે માનવબળ બચશે, સંસાધનોનો ઉપયોગ સુચારુ રીતે થશે અને નાણાકીય બચત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો