તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રાજ્યમાં લૉકડાઉનની મુદત 31મી જાન્યુઆરી સુધી વધારવામાં આવી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • બધી સરકારી, ખાનગી સ્કૂલો અને કોલેજો 15 જાન્યુઆરી સુધી બંધ રાખવા મહાપાલિકાનો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે કોવિડ-19 લોકડાઉન નિયંત્રણની મુદત 31મી જાન્યુઆરી, 2021ની મધરાત સુધી વધારી દીધી છે. ચીફ સેક્રેટરી સંજય કુમાર દ્વારા બુધવારે આ અંગેનો પરિપત્રક જારી કરવામાં આવ્યો હતો.

ખાસ કરીને મિશન બિગિન અગેઈન શરૂ થયું ત્યારથી તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે. જોકે આ પરિપત્રકમાં કોઈ નવી છૂટછાટ અપાઈ નથી. એટલે કે, હાલમાં લાગુ છે તે જ છૂટછાટો ચાલુ રહેશે, જ્યારે અન્યો પર બંધી લાગુ રહેશે. સર્વ વિભાગોને આ આદેશનું કડક પાલન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યને માથે હજુ પણ કોવિડ-19 વાઈરસનું જોખમ ઝળુંબી રહ્યું છે. આથી વાઈરસને નિવારવા અને રોકવા માટે અમુક કટોકટીનાં પગલાં લેવા રાજ્યમાં લોકડાઉનની મુદત 31મી જાન્યુઆરી સુધી વધારવામાં આવી હોવાનું પરિપત્રકમાં જણાવાયું છે. હાલમાં મંજૂર છે અને સમયાંતરે જેને મંજૂરી આપવામાં આવી છે તે સર્વ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.

સરકારે આર્થિક પ્રવૃત્તિઓને પાટા પર લાવવા માટે એમએચએ ગાઈડલાઈન્સ દ્વારા મંજૂર અનુસાર લોકડાઉનનાં અનેક નિયંત્રણો હળવાં કર્યાં છે. નવેમ્બરમાં સરકારે ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યાં છે. દરમિયાન બ્રિટનમાંથી આવેલા અમુક નવા વાઈરસે સર્વત્ર ગભરાટ ફેલાવી દીધો છે. આ રોગ લાગુ થયેલા 15થી વધુ દર્દીઓ ભારતમાં મળી આવ્યા છે, જેને લીધે ધાસ્તી ઓર વધી છે. આને ધ્યાનમાં લેતાં મંગળવારે મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે રાજ્યમાં સ્કૂલ, કોલેજો 15 જાન્યુઆરી સુધી બંધ જ રાખવાનો આદેશ જારી કર્યો હતો.

કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે મુંબઈ મહાપાલિકા ક્ષેત્રની બધી સરકારી, ખાનગી સ્કૂલો અને કોલેજો 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો મહાપાલિકાએ નિર્ણય લીધો છે. આ સાથે મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક પરીક્ષા મંડળના ધોરણ 10થી 12ની પૂર્વનિયોજિત પુરવણી પરીક્ષા નિયોજિત સમયપત્રક અનુસાર જ લેવામાં આવશે એવી સૂચના મહાપાલિકાના શિક્ષણ મંડળે આપી છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં બુધવારે સવારે 8 સુધીના છેલ્લા 24 કલાકમાં 4913 દર્દીને ડિસ્ચાર્જ અપાયો હતો, જે સાથે સાજા થવાનું પ્રમાણ 94.62 ટકા થયું છે. 3537 નવા કેસ નોંધાયા હતા. 70 દર્દીનાં મોત થયાં હતાં, જે સાથે મરણ દર 2.56 ટકા થયો છે. હાલમાં 2,80,682 હોમ ક્વોરન્ટાઈનમાં છે અને 3127 સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે.

મુંબઈમાં હમણાં સુધી 11107નાં મોત થયાં છે, જ્યારે હાલમાં 9049 એક્ટિવ કેસ છે. થાણેમાં 5573નાં મોત થયાં છે, જ્યારે એક્ટિવ કેસ 10,159 છે. પુણેમાં 7760 મોત થયાં છે, જ્યારે એક્ટિવ કેસ સૌથી વધુ 13743 છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 13 જણનાં મોત થયાં છે, થાણેમાં 4, પુણેમાં 4નાં મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો