તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વિધાન પરિષદના 12 ઉમેદવારોની યાદી રાજ્યપાલ જ પાસે છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર હિત અરજીના ચુકાદા પછી રાજ્યપાલ નિર્ણય લેશે

છેલ્લા આઠ મહિનાથી વિધાન પરિષદ માટે રાજ્યપાલ નિયુક્ત 12 વિધાનસભ્યનો મુદ્દો અટવાયેલો હોવાથી મહાવિકાસ આઘાડી સરકાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે વાદવિવાદ ચાલી રહ્યો છે. આ યાદી ગેરવલ્લે થઈ હોવાની માહિતી અગાઉ આરટીઆઈ હેઠળ બહાર આવી હતી, પરંતુ હવે આ યાદી રાજ્યપાલ પાસે જ છે એવી માહિતી બહાર આવી છે.મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળે વિધાન પરિષદના સભ્યોની નિમણૂક કરવા માટે 12 સભ્યોનાં નામ રાજ્યપાલ પાસે મોકલ્યાં હતાં. તે યાદી ઉપલબ્ધ નહીં હોવાની માહિતી આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીને માહિતી અધિકાર હેઠળ આપવામાં આવી હતી.

જોકે મંગળવાર 15 જૂનના રોજ આ બાબતે રાજભવન સચિવાલયમાં કરવામાં આવેલી અપીલ પર સુનાવણી થઈ હતી. તેમાં રાજ્યપાલ કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રટરી પ્રાચી જાંભેકરે જણાવ્યું કે આ મામલો હવે કોર્ટમાં પહોંચ્યો હોવાથી સબ જ્યુડિસ છે. આથી તમને યાદી આપી નહીં શકાય. જોકે તે રાજ્યપાલ પાસે સુરક્ષિત છે. કોર્ટનો ચુકાદો આવ્યા પછી રાજ્યપાલ તેની પર નિર્ણય લેશે. ઉપરાંત માગવામાં આવેલી માહિતી બાબતે કાયદેસર સલાહ લઈને પછી જ ઉત્તર અપાશે, એમ પણ જણાવવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આ મામલે મુંબઈ હાઈ કોર્ટમાં જાહેર હિત અરજી કરવામાં આવી છે. તેની આગામી સુનાવણી 25મી જૂનના થવાની છે.આરટીઆઈમાં શું બહાર આવ્યું : આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ રાજ્યપાલ સચિવાલય પાસે તારીખ 22મી એપ્રિલ, 2021ના રોજ માહિતી પૂછી હતી. મુખ્ય મંત્રી અને મુખ્ય મંત્રી સચિવાલય તરફથી રાજ્યપાલ નિયુક્ત વિધાન પરિષદ પરના સભ્યોની નિમણૂક બાબતે રાજ્યપાલ પાસે રજૂ કરવામાં આવી યાદી આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...