તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ઓછું રોકાણ, વધુ આવકની લાલચ આપી છેતરપિંડી થઇ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બોગસ કંપનીના મેનેજરની ધરપકડ, માલિક ફરાર

ફક્ત 25 ટકા રકમ ભરીને આલિશાન કારની માલિકી અને ઘેરબેઠા હજારો રૂપિયાનું ભાડું મેળવી આપવાની લાલચ દેખાડીને એક કંપનીના માધ્યમથી સેંકડો ગ્રાહકોની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વાહન માટે રૂપિયા ભર્યા બાદ બે મહિનામાં તાબો આપું છું એવું આશ્વાસન આપીને સ્કાયવર્લ્ડ કંપનીના માલિક અને કર્મચારીઓ પોબારા ગણી ગયા હતા. આ પ્રકરણે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને કંપનીના વ્યવસ્થાપક કાંચનપ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી.

ઓછા રોકાણમાં વધુ રૂપિયા ઘેરબેઠા કમાવવાની લાલચ દેખાડનાર સ્કાયવર્લ્ડ મલ્ટિ સર્વિસીસ અને સ્કાયલેન્ડ મલ્ટિ સર્વિસીસ એમ બે કંપનીઓનો કારભાર એક જ વ્યક્તિ ચલાવતી હતી. 25 ટકા રકમમાં કારના માલિક થાવ, બાકીની રકમ ઈએમઆઈથી, કારનો મેઈનટેનન્સ ખર્ચ, ડ્રાઈવરનો પગાર કંપની તરફથી આપવામાં આવશે. ઉપરાંત કંપની સંબંધિતને દર મહિને લગભગ રૂ. 80,000થી રૂ. 1,00,000ની આવક આપશે એવી યોજનાની જાહેરાત કંપની તરફથી કરવામાં આવી હતી. આ જાહેરાતથી લલચાઈને અનેક જણે આ કંપનીમાં રોકાણ કર્યું. મુલુંડ અને પનવેલમાં ચાલતી શાખામાં મુંબઈ સહિત પુણેના લોકોએ પણ રોકાણ કર્યું. બે મહિનામાં કારનો તાબો મળશે એવી ખાતરી કંપની તરફથી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો