આત્મહત્યા / કામદાર નેતા દાદા સામંતે અંગત આરોગ્યની સમસ્યાથી ત્રસ્ત થઈને ગળે ફાંસો ખાઈ લીધો

The labor leader took a snare in front of his grandfather
X
The labor leader took a snare in front of his grandfather

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. જાણીતા કામદાર નેતા દાદા સામંતે શુક્રવારે સવારે બોરીવલીમાં તેમના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેઓ 92 વર્ષના હતા. હાલની કોવિડ-19ની સ્થિતિ અને અંગત આરોગ્યની સમસ્યાથી ત્રસ્ત થઈને તેમને આત્મહત્યા કરી હોવાનું પોલીસે શનિવારે જણાવ્યું હતું.બોરીવલીમાં તેમના ઘરે શુક્રવારે સવારે ગળે ફાંસો ખાધેલી લટકેલી સ્થિતિમાં તેમની મોટી પુત્રીએ જોયા હતા. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં કોવિડ-19ની સ્થિતિ અને અંગત આરોગ્યની સમસ્યાઓથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યા હોવાનું તેમણે લખ્યું છે. જોકે તેઓ કોરોના પોઝિટિવ નહોતા.દાદા સામંત જાણીતા કામદાર નેતા દત્તા સામંતના ભાઈ હતા. દત્તા સામંતની 1997માં ગેન્ગસ્ટરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી