તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The King Of Lalbagh's Foot Worship Program Ended On Monday, This Year The King Of Lalbagh Will Be Seated

ખુશીના સમાચાર:સોમવારે લાલબાગના રાજાના પાદપૂજનનો કાર્યક્રમ પાર પડ્યો, આ વર્ષે લાલબાગના રાજા બિરાજમાન થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના રોગચાળાને લીધે સતત બીજા વર્ષે ગણેશોત્સવ સાદગીથી ઊજવવામાં આવશે. આ વર્ષે લાલબાગના રાજા બિરાજમાન થશે એવી માહિતી થોડા દિવસ પહેલાં મંડળે આપી હતી. ગયા વર્ષે કોરોનાના સંક્રમણના કારણે લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આરોગ્ય ઉત્સવ ઉજવ્યો હતો. આ વર્ષે રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર તમામ નિયમોનું પાલન કરીને ગણેશોત્સવ ઉજવવામાં આવશે એવો નિર્ણય મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. સોમવારે લાલબાગના રાજાના પાદપૂજનનો કાર્યક્રમ પાર પડ્યો હતો.

લાલબાગચા રાજા સાર્વજનિક ઉત્સવ મંડળ આ વર્ષે પોતાનો 88મો ગણેશોત્સવ ઉજવશે. આ મંડળ તરફથી 10 થી 19 સપ્ટેમ્બર 2021 સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. સોમવારે 10 ઓગસ્ટના સવારના 6 વાગ્યે લાલબાગના રાજાનું ગણેશ મૂરત એટલે કે પાદપૂજન કાર્યક્રમ માંગલિક અને પવિત્ર વાતાવરણમાં સંપન્ન થયો હતો. ખરેખર તો લાલબાગચા રાજાના ગણેશોત્સવની સોમવારથી શરૂઆત થઈ છે. કોરોનાના સંક્રમણના પ્રતિબંધોને લીધે ખૂબ સાદગી અને સુરક્ષિતતાથી કાર્યક્રમ પાર પડ્યો હતો.

લાલબાગના રાજાના દર્શન માટે થતી ગિરદી જોતા મંડળે આ કાર્યક્રમ જાહેર રીતે ન પાર પાડતા, થોડા મર્યાદિત કાર્યકર્તાઓની હાજરીમાં કર્યો હતો. દર વર્ષે લાલબાગના રાજાના પાદપૂજનમાં ગણેશભક્તોની ખૂબ ગિરદી થાય છે. જોકે આ વર્ષે કોરોનાના પ્રતિબંધોના કારણે મંડળે તકેદારી લીધી હતી.

ઓનલાઈન દર્શન અને પ્રસાદ : આ વર્ષે રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર તમામ નિયમોનું પાલન કરીને ગણેશોત્સવ ઉજવવામાં આવશે. મૂર્તિની ઉંચાઈ બાબતે જે નિયમ સરકારે લાગુ કર્યો છે એનું પાલન કરવામાં આવશે. લાલબાગના રાજાના દર્શન ઓનલાઈન લેવાની તૈયારી મંડળ કરશે. મંડળના સેક્રેટરી સુધીર સાળવીએ જણાવ્યું કે લાખો ભાવિકો લાલબાગના રાજાની રાહ જોતા હતા. તેમના માટે આ ખુશીના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...