અંધેરી પશ્ચિમમાં લોખંડવાલા કોમ્પ્લેક્સ ખાતે ચોકને દાદા જે. પી. વાસવાની ચોક નામ આપવામાં આવ્યું છે. આ સમયે ખાસ પુણેથી આવેલાં સાધુ વાસવાની મિશનનાં દીદી કૃષ્ણા કુમારી, વિધાનસભ્ય ડો. ભારતી લવેકર અને નગરસેવક યોગીરાજ દાભાડકર હાજર હતા.ચોકનું કામ પાંચ દિવસના વિક્રમી સમયમાં પૂરું કરવામાં આવ્યું હતું.
તેની પર દાદા જે પી વાસવાનીનું પોર્ટ્રેઈટ મૂકવામાં આવ્યું છે. તમારા રોજના જીવનમાં ભગવાનને વાસ્તવિક બનાવે એવી તેમની શીખ માર્બલના પ્લાક પર કોતરવામાં આવી છે. ચોક ઓબેરોય સ્કાયગાર્ડન્સ ખાતે જોગર્સ પાર્કની સામે છે. આ સમયે લવેકરે જણાવ્યું હતું કે મેં દાદાના ઘણા બધા કાર્યક્રમો, તેમના પુસ્તકો માણ્યાં છે. તેમની ફિલોસોફી હંમેશાં મારા ખજાનામાં રહેશે. પુરુષોત્તમ લાલ સાઈ મંદિરના આધ્યાત્મિક ગુરુ મહારાજ હિરાનંદ પણ આ અવસરે આશીર્વાદ આપવા માટે આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.