તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:ખેડૂત આંદોલનમાં સેલિબ્રિટીઓના ટ્વીટનો મામલો વિધાનસભામાં ઊછળ્યો

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમે સચિન, લતાની નહીં, ભાજપના IT સેલની તપાસ કરી રહ્યા છીએ : દેશમુખ

ખેડૂત આંદોલનના મુદ્દે અને કેન્દ્ર સરકારના સમર્થનમાં સોશિયલ મિડિયા સેલિબ્રિટીઓ દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સનો મામલો મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ઊછળ્યો હતો. વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું હતું કે, મહાવિકાસ આઘાડી સરકાર ટ્વીટ કરનારાઓની તપાસ કરી રહી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ખેડૂત આંદોલન વિશે થોડા દિવસો પહેલાં દેશની હસ્તીઓ દ્વારા કરવામાં આવેલા ટ્વીટની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

આ પ્રકરણે ફડણવીસને વળતો જવાબ આપતાં દેશમુખે કહ્યું કે, તેમણે લતા મંગેશકર અને સચિન તેંડુલકર જેવા લોકોની નહીં પણ ભાજપના આઇટી સેલના લોકોની તપાસના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીએ ખુલાસો કર્યો છે કે તેમને આવા 12 જેટલા લોકોની પણ જાણકારી મળી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ગયા મહિને ગ્રેટા થનબર્ગ અને રિહાન્નાએ ખેડૂત આંદોલનને ટેકો આપતાં ટ્વિટ કર્યા હતા, ત્યાર બાદ સરકારના સમર્થનમાં લતા મંગેશકર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, કંગના રણોત, અક્ષય કુમાર અને અજય દેવગન સહિતની હસ્તીઓએ ટવીટ્ કર્યા હતા. આ ટ્વીટ્સ પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે દેશમુખને કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ પછી ગૃહમંત્રીએ તપાસ ગુપ્તચર વિભાગને સોંપી હતી. સચિન સાવંતે પણ સેલિબ્રિટીઓની સોશ્યલ મિડિયા કોમેન્ટ્સ એકસમાન હોવાનું જણાવ્યું હતું, જે પરથી તેમણે શંકા વ્યક્ત કરી કે આ ટિપ્પણીઓ કેન્દ્ર સરકારના દબાણ હેઠળ કરવામાં આવી છે. આ પહેલી વાર છે જ્યારે મહારાષ્ટ્રમાં જાહેર હસ્તીઓની ટિપ્પણીઓની તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...