રોગચાળો:ચોમાસા બાદ વરસાદજન્ય બીમારીઓનું પ્રમાણ વધ્યું

મુંબઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસાએ મુંબઈમાંથી વિધિસર રીતે એક્ઝિટ લઈ લીધી છે, પરંતુ વરસાદજન્ય બીમારીઓ છોડી ગયું છે. છેલ્લા સાત દિવસમાં મુંબઈમાં મલેરિયા, ડેન્ગ્યુ, ગેસ્ટ્રો અને ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. આ રોગોમાં લગભગ 21થી 45 ટકાનો વધારો થયેલો જોવા મળ્યો છે.

10 ઓક્ટોબરના રોજ શહેરમાં મલેરિયાના 169 દર્દી હતા, જે ફક્ત સાત દિવસમાં એટલે કે, 17 ઓક્ટોબરના રોજ વધીને 312 થયા છે. મલેરિયાની જેમ ડેન્ગ્યુ, ગેસ્ટ્રો અને ચિકનગુનિયાના કેસ પણ સાત દિવસમાં વધુ તીવ્ર બન્યા હોવાનું દેખાયું છે. ગેસ્ટ્રો પ્રકરણમાં 44 ટકા અને ચિકનગુનિયાના પ્રકરણમાં 21 ટકાનો વધારો થયો છે એમ મહાપાલિકાનાં કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ જણાવ્યું હતું. 15 ઓક્ટોબરના રોજ ડેન્ગ્યુથી એક શકમંદ દર્દીનું નાયર હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

કયા મહિનામાં કેટલા કેસ
10 ઓક્ટોબરે મલેરિયાના 169 કેસ હતા તે 17 ઓક્ટોબરે 312 પર પહોંચ્યા છે. આ જ રીતે લેપ્ટોના 17 કેસ 22 પર પહોંચ્યા છે. ડેન્ગ્યના 97 કેસ 154, ગેસ્ટ્રોના 73 કેસ 130, હેપેટાઈટિસના 13 પરથી 22, ચિકનગુનિયાના 15 પરથી 21 અને એચ1એન1ના 4 પરથી 6 કેસ થયા છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...