તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:મુંબઈ પર ત્રીજી લહેરની અસર વધારે ઘાતક નહીં હોયઃ TIFR

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુંબઈની વસતિના 80 ટકા નાગરિકો કોવિડના સાંનિધ્યમાં આવ્યા હતા

મુંબઈની વસતિના 80 ટકા કોવિડના સાંનિધ્યમાં આવ્યા છે. બીજી લહેરમાં 1 મેના રોજ 90 મૃત્યુ સાથે વધુ ઘીતક નીવડી હતી ત્યારે ત્રીજી લહેર વધુ ઘાતક હોવાની શક્યતા નથી એવો દિલાસદાયક વરતારો ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર)ના વિજ્ઞાનીઓએ આપ્યો છે.જોકે ત્રીજી લહેરમાં ફરીથી ચેપ લાગુ થાય કે કેમ તે ચાવીરૂપ રહેશે, એમ અધ્યયનના મુખ્ય લેખક ટીઆઈએફઆરના સ્કૂલ ઓફ ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર સાયન્સના ડીન ડો. સંદીપ જુનેજાએ જણાવ્યું હતું.

ભારતમાં મહામારી દાખલ થયાને લગભગ 17 મહિના વીતી ગયા છે અને 2020માં પ્રથમ લહેરમાં ચેપગ્રસ્ત થયેલા લોકોને એન્ટીબોડીની સપાટી નીચે આવવાને લીધે ફરીથી ચેપ લાગુ થઈ શકે છે. આથી મહાપાલિકા દ્વારા એક વાર ચેપીગ્રસ્ત બનેલાને ફરીથી ચેપ લાગુ થતો નથી ને તેની પર નજર રાખવી પડશે.

કયાં પરિબલો અસર કરી શકે
ત્રીજી લહેરને અસર કરી શકે તેવાં અન્ય પરિબળોમાં રસીની નબળી અસરકારકતા છે અથવા શહેર 60 ટકા જેટલું ખુલ્લું મૂકી દેવાય, પરંતુ કોવિડ-યોગ્ય વર્તનનું ઓછું પાલન થાય. આ નકારાત્મક બાબતો છતાં ત્રીજી લહેર ઝાઝી મોટી પણ નહીં હોઈ શકે. જો પુનઃચેપ મધ્યમ હોય, નવા ખતરનાક પ્રકાર નહીં હોય, રસીકરણ આવરણ જુલાઈ અને ઓગસ્ટમાં વ્યાપક બને અને રસી 75-95 ટકા અસરકારક હોય તો સપ્ટેમ્બર સુધી ત્રીજી લહેર ભાગ્યે જ દેખા દેશે, એમ જુનેજાએ જણાવ્યું હતું.

દિલ્હી અને બેન્ગલુરુને વધુ અસક
ટીઆઈએફઆરે એવી પણ નોંધ કરી હતી કે બીજી લહેર દરમિયાન મુંબઈની ચરમસીમા દિલ્હી અને બેન્ગલુરુ કરતાં ઓછી હતી. મુંબઈમાં બીજી લહેરમાં દિવસમાં 11,000 સર્વોચ્ચ કેસ નોંધાયા હતા, દિલ્હીમાં આ સંખ્યા 28,000 અને બેન્ગલુરુમાં 25,000 નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...