ફડણવીસનો જવાબ:પોલીસમાં બદલી કૌભાંડથી રાજ્યની છબિ ખરડાઈ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંડણીખોરી પ્રવૃત્તિને લીધે રોકાણકારો રાજ્યમાં આવવા ભયભીત

મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના સાંસદ સંજય રાઉતની ચેતવણીનો જવાબ આપ્યો છે. રાઉતે ભાજપના સાડાત્રણ નેતાઓ જેલમાં હશે એવો ઉલ્લેખ કર્યો હતો. તેના પ્રત્યુત્તરમાં ફડણવીસે કહ્યું કે, છેલ્લાં બે વર્ષથી ચર્ચા અને આવી ધમકીઓ સાંભળીએ છીએ. ભાજપે સંઘર્ષમાં ક્યારેય પીછેહઠ કરી નથી. તેમણે રાઉતને પડકાર ફેંકતાં કહ્યું કે ભાજપ સંઘર્ષ માટે તૈયાર છે. પોલીસની બદલી કૌભાંડથી રાજ્યની છબિ ખરડાઈ છે અને ખંડણીખોરી પ્રવૃત્તિને લીધે મહારાષ્ટ્રમાં રોકાણકારો આવવા માટે ભયભીત છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “ છેલ્લાં બે વર્ષથી સતત સત્તાધારીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. ભાજપ ક્યારેય સંઘર્ષમાંથી પીછેહઠ કરી નથી. અમારા નેતાઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા છે. આના અનેક ઉદાહરણો છે. પોલીસનો સતત દુરુપયોગ થઈ રહ્યો છે. મંગળવારની પ્રેસ કોન્ફરન્સ સત્તાધારીઓના ઘણા બધા નેતાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા માટે હતી. રાઉત પ્રેસ કોન્ફરન્સમાં ભલે ગમે તે કહે, ભાજપ ધમકીઓથી ડરશે નહીં, સંઘર્ષથી ડરશે નહીં. ભાજપ સંઘર્ષ માટે તૈયાર છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, મહારાષ્ટ્રમાં આટલા મોટા પાયે કૌભાંડ ક્યારેય થયાં નથી. મહારાષ્ટ્રમાં આજે શાસન નથી. અધિકારીઓની બદલી થાય છે ત્યારે પોસ્ટિંગ માત્ર પૈસા પર કરવામાં આવે છે અને મેરિટની કોઈ પરવા કરાતીનથી. આથી અધિકારી પૈસા કેવી રીતે પાછા મેળવવા તેનો માર્ગ શોધે છે, જેમાંથી ભ્રષ્ટાચાર શરૂ થાય છે. આમાંથી મોટાં કૌભાંડો થાય છે.

તો મહારાષ્ટ્ર બરબાદ થઇ જશે
મેં ગૃહમાં ઘણા કૌભાંડો પુરાવા સાથે રજૂ કર્યા છે, પરંતુ સરકાર યોગ્ય જવાબ આપી શકી નથી. આજે દરેક વિભાગના કૌભાંડો જોઈએ તો તે બહુ મોટા છે. સત્તાધારીઓ ફક્ત પૈસાની પાછળ દોડે છે. સરકારના મંત્રીઓ પૈસા માટે આટલા ઘેલા થઈ જશે તો મહારાષ્ટ્ર બરબાદ થઇ જશે, એવી ચેતવણી તેમણે આપી હતી.

બદલી કૌભાંડથી કલંક
ફડણવીસે કહ્યું, “આજે સમગ્ર દેશમાં મહારાષ્ટ્રની છબિ જુઓ. એક તરફ પોલીસ વિભાગમાં બદલીઓ અને પોસ્ટિંગના કૌભાંડોએ છબિને કલંકિત કરી છે. હવે જ્યારે બહારનો રોકાણકાર મહારાષ્ટ્રમાં આવે છે ત્યારે તે ડરી જાય છે. જો તમે અહીં રોકાણ કરશો તો તમારે ઘણી ખંડણી ચૂકવવી પડશે એવું વિચારે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...