શક્યતા:હાર્બરની એસી લોકલને મેઈન લાઈનમાં દોડાવવાનો વિચાર

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છત્રપતી શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ, ગોરેગાવ 16 એસી લોકલને પ્રવાસીઓ દ્વારા નબળો પ્રતિસાદ મળી રહ્યો છે

મધ્ય રેલવેમાં સીએસએમટીથી કલ્યાણ, બદલાપુર, અંબરનાથ દોડાવવામાં આવતી એસી લોકલ માટે પ્રતિસાદ વધી રહ્યો છે. પણ સીએસએમટીથી પનવેલ, ગોરેગાવ સુધી દોડતી હાર્બર લાઈનની એસી લોકલને પ્રવાસીઓ તરફથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી હાર્બર લાઈનમાં એસી લોકલ સેવા બંધ કરીને આ ફેરીઓ મેઈન લાઈનમાં દોડાવવાનો વિચાર મધ્ય રેલવે કરી રહી છે.

પશ્ચિમ રેલવે પછી મધ્ય રેલવેએ સીએસએમટી-કલ્યાણ, તેમ જ થાણે-પનવેલ ટ્રાન્સહાર્બર અને સીએસએમટી-પનવેલ હાર્બર લાઈનમાં એસી લોકલ દોડાવવાની શરૂઆત કરી. થાણે-પનવેલ ટ્રાન્સહાર્બર માર્ગ પર એસી લોકલ સેવાને ઓછો પ્રતિસાદ મળતો હોવાથી આ રૂટ પર એસી લોકલ થોડા મહિના પહેલાં બંધ કરવામાં આવી હતી.

સીએસએમટીથી પનવેલ, ગોરેગાવ દરમિયાનના 32 એસી લોકલ ફેરીઓમાંથી 16 ફેરીઓ બંધ કરવામાં આવી. એના બદલે સામાન્ય લોકલ દોડાવવાની શરૂઆત કરવામાં આવી. ઉપરાંત 19 ફેબ્રુઆરીથી સીએસએમટીથી કલ્યાણ મેઈન લાઈન સાથે જ એસી લોકલ અંબરનાથ, બદલાપુર, ટિટવાલા માટે પણ શરૂ કરવામાં આવી. આ ફેરફાર થતા જ હાર્બર લાઈનની બાકીની 16 ફેરીઓ બંધ કરીને એ મેઈન લાઈનમાં વાળવાનો વિચાર ચાલુ છે.

મેઈન લાઈનમાં એસી લોકલ સેવાને થોડા પ્રમાણમાં પ્રતિસાદ વધી રહ્યો છે. પણ હાર્બર લાઈનમાં એસી લોકલને ઓછો પ્રતિસાદ મળે છે. હાર્બર લાઈનમાં એસી લોકલને મળતો પ્રતિસાદ સંતોષકારક નથી. એની સરખામણીએ મધ્ય રેલવેની મેઈન લાઈનમાં એસી લોકલને સરસ પ્રતિસાદ મળે છે. તેથી હાર્બર લાઈનની એસી લોકલ સીએસએમટીથી કલ્યાણ, બદલાપુર, ટિટવાલા, અંબરનાથ માર્ગ પર દોડાવવાનો વિચાર ચાલુ છે.

ફેરી દીઠ પ્રવાસીઓની સંખ્યા
સીએસએમટીથી કલ્યાણ, બદલાપુર, ટિટવાલા માર્ગ પર દિવસની 44 એસી લોકલ ફેરી થાય છે. આ માર્ગ પર એપ્રિલ 2022થી કુલ 22 હજાર 666 ટિકિટ વેચાઈ છે. દરેક ફેરી દીઠ સરેરાશ 362 પ્રવાસીઓ પ્રવાસ કરે છે. સીએસએમટી-પનવેલ માર્ગ પર દિવસની 8 ફેરીઓ થાય છે.

આ રૂટ પર એપ્રિલ મહિનામાં 932 ટિકિટનું વેચાણ થયું અને દરેક ફેરી દીઠ 80 પ્રવાસી એસી લોકલમાં પ્રવાસ કરે છે. સીએસએમટીથી ગોરેગાવ માર્ગ પર એસી લોકલની 8 ફેરી થાય છે. આ જ મહિનામાં દરેક ફેરી દીઠ 208 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...