મુદ્દો વિચારાધીન:મુંબઇમાં મહાલક્ષ્મી ખાતે મોનો અને મેટ્રોનું મિલન કરાવવાનો વિચાર

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોનોના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે

સંત ગાડગે મહારાજ ચોકથી ચેંબુર સુધી દોડતી મોનો રેલવે નવેસરથી તૈયાર થતા મેટ્રો-3 રૂટના મહાલક્ષ્મી સ્ટેશન સુધી વધારવાનો મુદ્દો વિચારાધીન છે. અત્યારના મોનો રૂટ પર સંત ગાડગે મહારાજ ચોક સ્ટેશનથી આ રૂટની લંબાઈ લગભગ 700 મીટર લંબાવવાનો યંત્રણાનો વિચાર છે.

એના લીધે આગામી સમયમાં મેટ્રો-3 અને મોનો રેલ જોડવાથી મોનોના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકશે. હાલની સ્થિતિમાં સંત ગાડગે મહારાજ ચોક (જેકબ સર્કલ) થી ચેંબુર વચ્ચે મોનો દોડે છે. મેટ્રો-૩નું મહાલક્ષ્મી ખાતે પ્રસ્તાવિત સ્ટેશન અને મોનોનું સંત ગાડગે મહારાજ સ્ટેશન વચ્ચે 700 મીટરનું અંતર છે. તેથી મોનો અને મેટ્રો સ્ટેશન જોડવામાં આવે તો મેટ્રોમાંથી ઉતરનારા પ્રવાસીઓ મોનો દ્વારા પ્રવાસ કરીને ઈચ્છિત ઠેકાણે પહોંચી શકશે. એટલે મોનોના પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. એ દષ્ટિએ મોનો રૂટનું એક્સટેન્શન કરવું શક્ય છે કે એનો વિચાર યંત્રણા દ્વારા કરવામાં આવી રહ્યો છે. એના માટે 200 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. હાલની સ્થિતિમાં મોનો ટ્રેન બગડેલી હોવાથી ફક્ત 7 ટ્રેન પર જ મોનોનો મદાર છે.

મોનો ટ્રેનની અછત હોવાથી બે ફેરીઓ વચ્ચે અંતર વધ્યું છે. અત્યારે લગભગ 20 મિનિટે મોનો ટ્રન દોડે છે. એમાં વળી ઉપનગરીય લોકલ ટ્રેનનું મોનો સાથે કનેક્શન નથી. તેથી મોનો સેવાનો ફીડર તરીકે ઉપયોગ થતો ન હોવાની સ્થિતિ છે. ઉતાવળના સમયે મોનો ટ્રેન વાપરવાનું પ્રવાસીઓ પસંદ કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...