તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા:રેલવે માર્ગ પર કેબલ સ્ટેડ પુલ બાંધવાનો વિચાર થઈ રહ્યો છે

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારના જેવા પુલ બાંધવામાં ઘણી અડચણથી વિલંબ થાય છે

રેલવે માર્ગ પર આવેલા વિવિધ પુલ બાંધવામાં અડચણ ઊભી થતી હોવાથી એના લીધે પુલ બાંધવામાં વિલંબ થાય છે. આ બાબત ધ્યાનમાં રાખતા રેલવે માર્ગની ઉપર બાન્દરા-વરલી સીલિન્કની જેમ કેબલ સ્ટેડ પુલ ઊભા કરવાનો વિચાર સરકારી સ્તરે થઈ રહ્યો છે. આ પદ્ધતિથી દાદરના લોકમાન્ય તિલક પુલ સહિત ચાર પુલ બાંધવા બાબતે ચકાસણી થઈ રહી છે.મહાડમાં સાવિત્રી નદી પરનો પુલ ધસી પડ્યા બાદ મહાપાલિકાએ મુંબઈમાં ફ્લાયઓવર અને રાહદારી પુલોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવા સલાહકાર કંપનીની નિયુક્તી કરી હતી.

આ કંપનીએ અહેવાલ આપ્યા પછી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીકનો હિમાલય પુલ તૂટી પડ્યો હતો. તેથી ફરી એક વખત મુંબઈના પુલોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવ્યું. મુંબઈમાં રેલવે માર્ગ પરના 14 પુલ જોખમકારક હોવાનું જણાયું. જોકે વિવિધ કારણોસર આ પુલોના રિપેરીંગનું મૂરત નીકળ્યું નથી. પરિણામે ગણેશોત્સવમાં પુલ પર ગિરદી કરવી નહીં એવી હાકલ વારંવાર મહાપાલિકા કરે છે. જોકે રેલવે માર્ગ પરના 14 પુલોમાંથી 4 પુલ સીલિન્ક પ્રમાણે બાંધવાનો વિચાર પ્રશાસનના સ્તરે ચાલુ છે.

આ કામ તત્કાળ શરૂ કરવા એવો નિર્દેશ સ્થાયી સમિતિ અધ્યક્ષ યશવંત જાધવે આપ્યો હતો. બ્રિટિશકાલીન હેંકોક પુલને નવેસરથી બાંધવાનું કામ છ વર્ષથી ચાલુ છે. પુલ ન હોવાથી આ પરિસરના નાગરિકોની હેરાનગતિ થઈ રહી છે. આ કામ ઝટ પૂરું કરવું એવો નિર્દેશ પણ તેમણે આપ્યો છે. રેલવે મંત્રાલય અને રાજ્ય સરકારના મહારેલ કોર્પોરેશનના માધ્યમથી આ ચાર પુલ સીલિન્ક પ્રમાણે બાંધવામાં આવશે.

ત્રણ પુલ માટે 730 કરોડ ખર્ચ
દક્ષિણ મુંબઈના રે રોડ રેલવે માર્ગ પરનો પુલ, ભાયખલા ખાતે સીતારામ સેલ્વન વાય પુલ, દાદરમાં લોકમાન્ય તિલક પુલના બાંધકામ માટે રૂ. 730 કરોડનો ખર્ચ અપેક્ષિત છે. એ સાથે ઘાટકોપરમાં રેલવે માર્ગ પરના પુલનું બાંધકામ પણ આ જ રીતે કરવામાં આવશે. ભાયખલાનો એસ પુલ અને રેલવે માર્ગ પરના રાહદારી પુલ પણ આ જ પ્રમાણે બાંધવાનો વિચાર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...