તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જ્યુડિશિયલ પદ ખાલી હોવાથી માનવાધિકાર આયોગ અટક્યું

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ મહિનામાં આયોગના એકમાત્ર સભ્ય પણ નિવૃત થયા છે

માનવ હકનું ઉલ્લંઘન થયેલા નાગરિકોને ન્યાય અપાવવા માટે મહત્ત્વના માનવાધિકાર આયોગનું કામકાજ અત્યારે ઠપ્પ છે. એપ્રિલ મહિનામાં આયોગના એકમાત્ર સભ્ય પણ નિવૃત થયા છે. પરિણામે માનવાધિકાર આયોગનો ખાલી પડેલો જ્યુડિશિયલ પદ ન ભરાવાથી આયોગનું કામ બંધ છે.

બાળમજુરી, જાતીય શોષણ, બાળવિવાહ, કુપોષણ, પર્યાવરણને હાની, કસ્ટડીમાં મૃત્યુ જેવી મહત્ત્વની બાબતો પરની ફરિયાદ સામાન્ય નાગરિકો માનવાધિકાર આયોગ પાસે દાખલ કરે છે. એમાંથી મોટા ભાગની ફરિયાદો સરકારી કર્મચારીઓ વિરુદ્ધની હોય છે. મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, બાળકો, અનુસૂચિત જાતી જમાતીના નાગરિકો, કામદારો વગેરે ઘટક આયોગ પાસે તેમની સમસ્યા લઈ જઈને ન્યાય માટે આવે છે. જોકે હાલ જ્યુડિશિયલ પદ ખાલી હોવાથી આયોગનું કામકાજ બંધ પડ્યું છે.

આયોગમાં કુલ 51 મંજૂપ પદોમાંથી 25 પદ ખાલી છે. એમાં વિશેષ પોલીસ મહાનિરીક્ષક, કક્ષ અધિકારી, પ્રશિક્ષણ અધિકારી, અધીક્ષક એકાઉન્ટંટ વગેરે મહત્ત્વના પદ ખાલી છે. આયોગની કાર્યકક્ષાની બહારની ફરિયાદોની સંખ્યા મોટી છે. આયોગ પાસે વિલંબિત અત્યારની ફરિયાદોમાંથી 80 ટકા ફરિયાદો આયોગની કાર્યકક્ષાની બહાર છે. તેથી વિલંબિત ફરિયાદોનો આંકડો મોટો દેખાય છે પણ હકીકતમાં આયોગની કક્ષામાં આવતી ફરિયાદોની સંખ્યા ઓછી છે.

પ્રભારી અધ્યક્ષ પણ નિવૃત
આયોગના અધ્યક્ષનું પદ જાન્યુઆરી 2018માં ખાલી થયું છે. અન્ય સભ્યો 2018માં નિવૃત થયા છે. એ પછી જ્યુડિશિયલ સભ્ય એમ.એ.સૈયદે પ્રભારી અધ્યક્ષનું તરીકે આયોગનું કામકાજ ચાલુ રાખ્યું હતું. જોકે એપ્રિલમાં તેઓ પણ નિવૃત થયા હતા. પરિણામે આયોગ પાસે ફરિયાદ દાખલ થાય છતાં એ ફક્ત નોંધી લેવામાં આવે છે. આયોગ પાસે માર્ચ 2021ના અંતે 21,545 ફરિયાદો વિલંબિત છે. દર મહિને સરેરાશ 300 થી 400 ફરિયાદો આયોગમાં નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે...