તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Huffkin Institute Will Conduct Research On The Covid 19 Vaccine; A Vaccine Research Center Will Also Be Set Up, The CM Said, Giving A Plan In 15 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંશોધન:હાફ્ફકિન સંસ્થા કોવિડ-19 રસી પર રિસર્ચ કરશે; વેક્સિન રિસર્ચ સેન્ટર પણ સ્થાપશે, 15 દિવસમાં પ્લાન આપવા મુખ્યમંત્રીએ જણાવ્યું

મુંબઇ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારતને પોલિયોમુક્ત કરવા માટે રસી શોધવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારી હાફ્ફકિન ઈન્સ્ટિટ્યૂટ પણ હવે રસી પર સંશોધન કરશે અને રસી બનાવવા પ્રયાસ કરશે. હાફ્ફકિનના ઉચ્ચ અધિકારીઓ સાથે બુધવારે વિશેષ બેઠકમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તે માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા.

હાફ્ફકિનનું મુખ્ય કામ વિવિધ બીમારીઓ પર રસીની નિર્મિતી અને સંશોધનનું છે. આથી આગામી સમયમાં સમયમાં મોટે પાયે સંશોધનને અગ્રતા આપવાનું જરૂરી હોઈ સરકાર તે માટે સંપૂર્ણ સહયોગ આપશે એવી ખાતરી તેમણે આપી હતી. આ સમયે તબીબી શિક્ષણ મંત્રી અમિત દેશમુખ, રાજ્યમંત્રી રાજેન્દ્ર પાટીલ પણ, હાફ્ફકિનનાં સંચાલિકા સીમા વ્યાસ, તબીબી શિક્ષણ વિભાગના સંચાલક સૌરભ વિજય, હાફ્ફકિનના જીવ ઔષધ નિર્માણ મહામંડળના એમડી ડો. સંજય રાઠોડ હાજર હતા.

હાફ્ફકિને કોવિડની રસી નિર્મિતી સાથે સંશોધન પર ભાર આપવાનું આવશ્યક છે. આ માટે આઈસીએમઆર અને ભારત બાયોટેક પાસેથી કોવિડ રસીની ટેકનોલોજીનું હસ્તાંતરણ કરવા પ્રયાસ કરવા જોઈએ. હાફ્ફકિનને આગામી સમયમાં અત્યાધુનિક વેક્સિન રિસર્ચ સેન્ટર સ્થાપવામાં સરકાર સંપૂર્ણ મદદ કરશે.

કોલ્હાપુરમાં ફિલ્મસિટીનું આધુનિકીકરણ
ગોરેગાવની જેમ કોલ્હાપુરમાં પણ સ્થિત ફિલ્મસિટીમાં અનેક હિંદી- મરાઠી સિરિયલો અને ફિલ્મના શૂટિંગ થઈ રહ્યા છે, જેથી તેનું આધુનિકીકરણ કરવા પર ભાર અપાશે, એમ સાંસ્કૃતિક કાર્ય મંત્રી અમિત દેશમુખે ગુરુવારે સંબંધિતો સાથે બેઠકમાં જણાવ્યું હતું. આગામી સમયમાં શૂટિંગ માટે કાયમી સ્વરૂપના સેટ્સ ઊભા કરવા, કલાકારો અને ટેક્નિશિયનો માટે વસતિગૃહ ઊભા કરવા ભાર આપવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.

5 વર્ષમાં 5 પ્રકલ્પ માટે રૂ. 1100 કરોડની જરુર
​​​​​​​ડો. રઘુનાથ માશેલકરની અધ્યક્ષતામાં ઉચ્ચાધિકાર સમિતિએ હાફ્ફકિન મારફત આગામી 5 વર્ષમાં 5 પ્રકલ્પ માટે રૂ. 1100 કરોડની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું, જે માટે 15 દિવસમાં પ્લાન તૈયાર કરીને આપવા મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.ભારતને પોલિયોમુક્ત કરવામાં અનન્ય યોગદાન આપનાર હાફ્ફકિને છેલ્લા છ મહિનામાં લગભગ 28 કરોડથી વધુ રસીની નિર્મિતી કરી છે તે સરાહનીય છે. જોકે રાજ્યની હાલની પરિસ્થિતિમાં કોવિડ પર સંશોધન અને રસી તૈયાર કરવા પર ભાર આપવા જોઈએ, એવી સલાહ ઠાકરેએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો