તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પોર્નોગ્રાફી પ્રકરણમાં અભિનેત્રી ગહેનાને હાઈ કોર્ટે રાહત આપી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી સુનાવણી સુધી કઠોર કાર્યવાહી ન કરવાની પોલીસને સૂચના

અશ્લિલ ફિલ્મોમાં અભિનય કરવા પ્રકરણે વિવાદમાં અટવાયેલી ગહેના વશિષ્ઠની પોલીસ કસ્ટડીની શું જરૂર છે? એવો સવાલ મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યો હતો અને એના પર ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ આગામી સુનાવણી સુધી ગહેના વિરુદ્ધ કોઈ પણ કઠોર કાર્યવાહી ન કરવાનો નિર્દેશ મુંબઈ પોલીસને આપ્યો હતો. પોર્નોગ્રાફી પ્રકરણમાં ધરપકડ ન થાય એ માટે ગહેનાએ આગોતરા જામીન માટે મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

એ ફગાવી દેવાતા હવે ગહેનાએ હાઈ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અરજી પર જજ સંદીપ શિંદે સમક્ષ સુનાવણી પાર પડી હતી. ગહેનાની પૂછપરછ માટે પોલીસ પાસે જરૂરી તમામ માહિતી છે. આ પહેલાં પણ એની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એ ચાર મહિના કરતા વધુ સમય જેલમાં હતી. એ જેલમાં હતી ત્યારે જ એના વિરુદ્ધ બીજી એફઆઈઆર નોંધવામાં આવી અને એ છૂટ્યા બાદ ત્રીજી એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ત્રીજી એફઆઈઆરમાં પોલીસે ગંભીર આરોપ કરતા આરોપીએ પીડિતાને ચુંબન અને જાતીય દશ્યો કરવા ફરજ પાડી. તેમ જ વેબસીરિઝના દશ્યો એક રૂમમાં કેટલાક લોકોની ઉપસ્થિતિમાં શૂટ કરવામાં આવ્યા. ફરિયાદ મહિલાએ આ ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું. તેથી અહીં પોલીસ દ્વારા દબાણ કરવાનો પ્રયત્ન છે જેથી અમે મોટા લોકોના નામ જાહેર કરીયે તો અમને જામીન મેળવી આપશે. તેમ જ ચોથી એફઆઈઆર દાખલ કરીને ફરીથી ધરપકડ થઈ શકે છે એવો આરોપ ગહેના તરફથી કરવામાં આવ્યો હતો. ગહેનાના ઈલેકટ્રિક ઉપકરણો, બેંક ખાતાઓની માહિતી પોલીસે છે એમ એણે કોર્ટમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...