તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:અનાજબજારમાં વેપારીઓ અને દલાલભાઈઓના આરોગ્ય તપાસ કરાઈ

મુંબઇ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવી મુંબઈની એ.પી.એમ.સી. અનાજ બજારનું કામકાજ કોરોના વાઈરસને લીધે ખૂબ જ પ્રભાવિત થયું છે, જે 17 મે સુધી બંધ રહેશે. દરમિયાન બજારમાં નિર્જંતુકીકરણ કરવામાં આવી રહ્યું છે.ગ્રોમા અને એપીએમસીના અધિકારીઓ સાથે મળીને બુધવારે બજારના વેપારીઓ અને દલાલભાઈઓના હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોનાનાં લક્ષણો જણાયાં તેમના કોવિડ-૧૯ના રિપોર્ટ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.આ  હેલ્થ સ્ક્રીનિંગના કાર્યકમ વખતે ગ્રોમાના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ગજરા, સં. માનદ મંત્રી અમૃતલાલ જૈન, એપીએમસીના ડાયરેક્ટર નિલેશભાઈ વીરા, માથાડી કામદારોના નેતા નરેન્દ્ર પાટીલ હાજર હતા. આ કાર્યકમનો લગભગ ૧૦૦૦ લોકોએ લાભ લીધો હતો. બજારની બધી ગલીઓનાા નિર્જંતુકીકરણનું કામકાજ પૂર્ણ થયું છે, જે ગાળા બંધ હતા તેઓએ બે દિવસમાં ગાળા ખોલીને નિર્જંતુકીકરણ કરાવી લેવાનું જરૂરી છે. બજારના કામકાજ બાબતે વેપારીઓને સમયે સમયે જાણ કરવામાં આવશે તેમ ગ્રોમાના સં. માનદ મંત્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો