તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:હેડ કોન્સ્ટેબલે 50થી વધુ કોવિડ-19ના મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનો આવતા નથી તેવા મૃતદેહને અંતિમ વિદાય આપે છે

ખાખી વરદીવાળાની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો નકારાત્મક વિચાર ધરાવે છે, પરંતુ ખાખી વરદીવાળાની અંદર પણ એક બહેતર ઈન્સાન હોય છે તેમ નાગપાડામાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જ્ઞાનદેવ પ્રભાકર વારેએ સિદ્ધ કર્યું છે. કોરોનાકાળમાં ઘણા બધા લોકો પોતાના સ્વજનના મૃત્યુ પછી સાથ છોડી દે છે અથવા તેમને કાંધ આપવા માટે કોઈ મળતું નથી. આવા મૃતદેહ પર વારે અંતિમસંસ્કાર કરે છે.વારે પોતાની જવાબદારીઓ પાર પાડવા સાથે પોતાનો જીવ જોખમમાં મૂકીને આ સામાજિક કામ પણ કરે છે.

જ્ઞાનદેવ પર પ્રશાસને આ જવાબદારી સોંપી છે. કોરોનાથી કોઈનું પણ મૃત્યુ થાય અને મૃતકના સંબંધીનો કોઈ પત્તો નહીં હોય અથવા મૃતદેહ લેવા માટે કોઈ આગળ નહીં આવે તો તેમના અંતિમસંસ્કાર વારે કરે છે. કોરોનાથી જ નહીં પણ અન્ય બીમારીથી મૃત્યુ પામેલા નધણિયાતા મૃતદેહ પર પણ તેઓ અંતિમસંસ્કાર કરે છે. જો મૃતક મુસ્લિમ સમુદાયનો હોય તો કબ્રસ્તાનમાં અને હિંદુ હોય તો સ્મશાનમાં અંતિમસંસ્કાર પૂર્ણ રીતરિવાજ સાથે કરે છે.વારે છેલ્લાં 20 વર્ષથી પોલીસ દળમાં સેવા બજાવી રહ્યા છે.

તેમણે આ વર્ષોમાં 50,000થી વધુ નધણિયાતા મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા છે, જ્યારે કોરોનાકાળમાં હમણાં સુધી 500 લોકોના અંતિમસંસ્કાર કર્યા છે, જેમાંથી 50થી વધુનાં મૃત્યુ કોરોનાથી થયાં હતાં. મુંબઈની જેજે હોસ્પિટલથી લઈને સાયન હોસ્પિટલ સુધી સર્વ નધણિયાતી લાશોના તે વિધિવત અંતિમસંસ્કાર કરે છે. તેમની આ સેવા માટે જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે તેમને સન્માનિત કર્યા છે. તેમનું પ્રમોશન હેડ કોન્સ્ટેબલ તરીકે કર્યું છે. વારેના પરિવારજનો પણ તેમને આ કામમાં સાથ આપે છે.

મુંબઈમાં સ્થિતિ અકલ્પનીય
વારેએ એક મુલાકાતમાં જણાવ્યું કે બીજી લહેર પછી મુંબઈમાં સ્થિતિ અકલ્પનીય છે. ઘણા બધા લોકો મૃત્યુ પામી રહ્યા છે. સ્મશાનો ઊભરાવા લાગ્યા છે. લોકોને 5-6 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. મેં 27 વર્ષમાં હજારો મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા છે, પરંતુ કોવિડથી ઘણા બધા લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે તે જોઈને હું પહેલી વાર ભયભીત થઈ ગયો છું. એપ્રિલના અંતમાં એક દિવસમાં મેં 16 મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા હતા, જેમાંથી છ મૃતદેહ મુસ્લિમના હોવાથી દફનભૂમિમાં લઈ ગયો હતો. સર્વ વિધિ જેના તેના ધર્મ અનુસાર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...