નિર્ણય:બીડીડી ચાલની ઈમારતો પર હથોડો મારી જમીનદોસ્ત કરાશે

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્હાડા દ્વારા પુનર્વિકાસના મહત્ત્વના તબક્કાનું કામ શરૂ કરવામાં આવ્યું

છેલ્લા અનેક વર્ષોથી પુનર્વિકાસની રાહ જોતી બીડીડી ચાલના પુનર્વિકાસના મહત્વના તબક્કાનું કામ શરૂ થયું છે. ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક મહત્વ ધરાવતી બીડીડી પ્રકલ્પના નાયગાવ ખાતેની 5બી ઈમારતો પર હથોડો પાડવામાં આવશે. નાયગાવ પછી ના.મ.જોશી માર્ગ, વરલી ખાતેની બીડીડી ચાલની ઈમારતો જમીનદોસ્ત કરવામાં આવશે.

રાજ્ય સરકારે બીડીડી ચાલ પુનર્વિકાસ પ્રકલ્પની જવાબદારી મ્હાડાને સોંપી છે. એ અનુસાર મ્હાડાએ ના.મ.જોશી માર્ગ અને નાયગાવ ખાતેના પ્રકલ્પના કામ માટે કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરવી છે. વરલી ખાતે પ્રકલ્પનું કામ ચાલુ છે. આ પ્રકલ્પને ઝડપી બનાવવા મ્હાડાએ ઘર ક્રમાંક નક્કી કરવા લોટરી કાઢી છે. એ અનુસાર લોટરીમાં મળેલા ઘર પ્રમાણે રહેવાસીઓ સાથે કરારનું કામ ચાલુ છે. નાયગાવ બીડીડી ચાલની બે ચાલી કેઈએમ હોસ્પિટલના કર્મચારીઓને આપવામાં આવી હતી.

એમાં છેલ્લા અનેક વર્ષોથી આ કર્મચારીઓ રહેતા હતા. પુનર્વિકાસ પ્રકલ્પના પહેલા તબક્કાની પુનર્સન ઈમારતોનું કામ કરવા માટે બે ચાલી ખાલી કરાવવામાં આવી છે. આ ચાલીના 175 કુટુંબીઓને હંગામી ધોરણે બોમ્બે ડાઈંગ ખાતેની ઈમારતોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં 23 ચાલી તોડી પાડવામાં આવશે. ત્યાંના નાગરિકોનું પુનર્વસન કરવા માટે 22 માળાઓના ટાવર ઊભા કરવામાં આવશે. બીજા તબક્કામાં 19 ચાલીઓ તોડી પાડવામાં આવશે. ત્યાં વેચાણ ઘટક માટે 60 માળાના ટાવર ઊભા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...