ફરિયાદ:અમેરિકાથી પરણવા આવેલા વરને ફસાવવાનું ભારે પડીગયું

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના ચાલચલણ જોઈ સગાઈ તોડી તો 25 લાખની માગ કરી કેસ કર્યો

અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પછી વર્સોવા પોલીસે પુણેના પિંપરી ચિંચવડ ખાતે રહેતી પલ્લવી ગાયકવાડ અને તેના કુટુંબીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વર્સોવા પોલીસે પલ્લવી, ચંદ્રકાંત ગાયકવાડ, સંજીવ સોનાવણે અને પ્રતીક ગાયકવાડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મિલિંદ બોરકર નામે યુવાન 2007થી અમેરિકાની એક પ્રસિદ્ધ કંપનીમાં નોકરી કરે છે. કારકિર્દીમાં સફળ થયા પછી ભારતીય યુવતી સાથે તે લગ્ન કરવા માગતો હતો. ફેબ્રુઆરી 2019માં તેની શોધ પૂરી થઈ હતી. પિંપરીની મોરવાડીની પલ્લવી તેને મેટ્રિમોની સાઈટ પર મળી હતી.

સાઈટ પર સંવાદ થકી તેઓ નજીક આવ્યાં. 16 એપ્રિલ, 2019ના મિલિંદ ભારતમાં આવ્યો અને પહેલી વાર પલ્લવીને મળ્યો. કુટુંબીઓની સંમતિથી બંનેનાં લગ્નનો નિર્ણય થયો. બંનેની સહાઈ 2 જૂન, 2019ના રોજ એક કાર્યક્રમમાં પાર પડી. આ પછી મિલિંદ અમેરિકા જઈને લગ્નની તૈયારી કરવા લાગ્યો.દરમિયાન મિલિંદને પલ્લવીના મોબાઈલ ફોનમાં અન્ય યુવાનો સાથે ખાનગી ફોટો અને વિડિયો મળી આવ્યા. તે જોઈને મિલિંદને આંચકો લાગ્યો અને તેણે સગાઈ તોડી નાખી.

આ પછી પલ્લવી અને કુટુંબીઓએ 6 મહિના માટે લગ્ન કરીને પછી છૂટાછેડા લેવાની અથવા રૂ. 25 લાખ આપવાની શરત રાખી. જો નહીં આપે તો ખોટો કેસમાં ફસાવવાની અને તેનું કરિયર બરબાદ કરવાની પણ ધમકી આપી. મિલિંદે દાદ નહીં આપતાં પિંપરીમાં ફરિયાદ દાખલ કરાઈ. ઉપરાંત મિલિંદ અન્ય યુવતી સાથે લગ્ન નહીં કરી શકેતે માટે યુએસની તેની ઓફિસ અને ભારતીય અને અમેરિકન ઈમિગ્રેશનને પણ ખોટી માહિતી આપી હતી.

લાંબી કાનૂની લડત બાદ
લાંબી કાયદેસર લડાઈ પછી અંધેરી કોર્ટના નિર્દેશ અનુસાર વર્સોવા પોલીસે પલ્લવી, ચંદ્રકાંત, સંજીવ, પ્રતીક સામે ગુનો દાખલ કર્યો છે. મિલિંદ સામે ખોટી એફઆઈઆર દાખલ કરનારા પિંપરી પોલીસના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વર્સોવા સાથે હવે પિંપરી પોલીસ પણ પલ્લવી સામે ગુનો દાખલ કરવાની તૈયારીમાં છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...