કોરોનાવાઈરસ / અનાજ બજારમાં કામકાજ ચાલુ છે, ભયને કારણે બજારમાં કામકાજ ૫૦ ટકા પ્રમાણમાં

The grain market is trading at 90 per cent due to fears
X
The grain market is trading at 90 per cent due to fears

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

મુંબઈ. કોરોના વાઈરસને કારણે નવી મુંબઇની એ.પી.એમ.સી. માર્કેટ કામકાજ ઉપર અસર થઈ છે, જેમાં બજારમાં માલની આવક અને જાવકનું કામકાજ પ્રભાવિત થયું છે. હાલમાં બજારમાં 3૦૦ ગાડી માલની આવક માટે પ્રશાસન તરફથી પરમિશન મળી છે, પરંતુ શુક્રવારે ફક્ત ૨૦૦ જેટલી ગાડીઓની જ આવક થઈ હતી, જ્યારે જાવક માટે ૬૦૦ ગાડીની પરમિશન મળી છે. તેને બદલે ફક્ત ૩૦૦થી ૪૦૦ જેટલી ગાડીની જાવક થઈ હતી. હાલમાં કોરોનાના ભયને કારણે બજારમાં કામકાજ ૫૦ ટકા પ્રમાણમાં છે, પરંતુ સરળ અને વ્યવસ્થિત રીતે ચાલુ છે, એમ ગ્રોમાના સં. માનદ મંત્રી ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.પ્રશાસન તરફથી આપવામાં આવેલી ગાઈડલાઈન જેવી કે, માસ્ક, સેનિટાઈઝર તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે નિયમો અનુસાર કરવામાં આવે છે. એપીએમસીની અનાજબજારને ૧૦૦ ટકા કોરોનામુક્ત કરવા માટે ગ્રોમા સંસ્થાના બધા પદાધિકારીઓ અને એપીએમસી ડાયરેક્ટર નિલેશ વીરા પ્રયત્નો કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી