વાઈન વેચાણનો વિરોધ:વાઈન મુદ્દે અણ્ણા હજારે મેદાને પડતાં સરકાર લોકો પાસે અભિપ્રાય માગશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અણ્ણા હજારે ગ્રામ પંચાયતના ઠરાવને માન આપી ઉપવાસ નહીં કરે

રાજ્યની મોટી સુપર માર્કેટમાં વાઈન વેચાણનો નિર્ણય હજી અંતિમ થયો નથી. લોકો પાસેથી આ નિર્ણય પર વાંધા અને સૂચના મગાવવામાં આવશે. એના પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે એમ રાજ્યના એક્સાઈઝ ડ્યુટી ડિપાર્ટમેંટનાં મુખ્ય સચિવ વલ્સા નાયર સિંહે વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારેને જણાવ્યું છે. આ સાથે તેમને ઉપવાસ નહીં કરવાની વિનંતી કરી હતી. વાઈન વેચાણનો વિરોધ કરવા અણ્ણા હજારેએ સોમવારથી ઉપવાસ કરવાનો ઈશારો આપ્યો હતો.

આ પાર્શ્વભૂમિ પર રાજ્ય સરકાર તરફથી એક્સાઈઝ ડ્યુટી ડિપાર્ટમેંટ વતી વલ્સા નાયરે નિર્ણયની પ્રક્રિયા બાબતે હજારેને માહિતી આપી હતી. નાશિક વિભાગના પોલીસ ડીઆઈજી બી.જી શેખર પાટીલે સહિત અન્યો ઉપસ્થિત હતા. આમ અણ્ણા મેદાને પડતાં જ સરકારે નમતું જોખ્યું છે અને વાંધા- સૂચનો મગાવવાનું નક્કી કર્યું છે. દરમિયાન રાજ્ય સરકારે સુપરમાર્કેટમાં વાઈન વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના વિરોધમાં વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારે 14 ફેબ્રુઆરીથી આંદોલન અને ઉપવાસ કરવાના હતા.

અણ્ણા હજારેના ઉપવાસને ધ્યાનમાં લઈ રાળેગણસિદ્ધિમાં ગ્રામસભા થઈ હતી. અણ્ણાએ ઉપવાસ ન કરવા એવો ઠરાવ ગ્રામસભામાં કરવામાં આવ્યો હતો. ઉંમરનો વિચાર કરીને અણ્ણાને ઉપવાસ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની વિનંતી કરવામાં આવી હતી. અણ્ણાએ પણ ગ્રામસભાનો નિર્ણય માન્ય રાખ્યો હતો અને હવે ઉપવાસ નહીં કરે એ સ્પષ્ટ થયું છે.

અણ્ણાએ મહારાષ્ટ્રની કમનસીબી ગણાવી
થોડા દિવસ પહેલાં રાજ્ય સરકારે વાઈન વેચાણ સંબંધે જે ધોરણાત્મક નિર્ણય લીધો છે એ અનુસાર સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનમાં વાઈનનું વેચાણ શરૂ કરવું એ મહારાષ્ટ્ર માટે ઘણી કમનસીબ બાબત છે એમ અણ્ણાએ જણાવ્યું હતું. ફક્ત રાજ્યનો મહેસૂલ વધારવા તથા વાઈન ઉત્પાદક અને વિક્રેતાના હિત જોઈને જ આ નિર્ણય લેવામાં આવ્યો એમ દેખાય છે.

પણ આ નિર્ણયના કારણે નાના બાળકો વ્યસની બની શકે છે. મહિલાઓને હેરાનગતિ થઈ શકે છે એનો વિચાર સરકારે કર્યો નથી. એનો વસવસો લાગી રહ્યો હોવાનું અણ્ણાએ રાજ્ય સરકારને લખેલા પત્રમાં જણાવ્યું હતું. યુવા શક્તિ આપણી રાષ્ટ્રશક્તિ છે. એ બરબાદ કરનારા નિર્ણયનો વિરોધ કર્યા વિના બીજો વિકલ્પ નથી. વાઈન દારૂ નથી એવી ખોટી દલીલ સરકાર તરફથી કરવામાં આવી રહી છે જે ઘણું આશ્ચર્યકારક છે એમ તેમણે ઉમેર્યું હતું.

36 જિલ્લામાં જાહેર વિરોધ
છેલ્લા થોડા દિવસમાં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રમાંથી વાઈન વેચાણના નિર્ણયનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. રાજ્યના 36 જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર વિરોધી જન આંદોલનનું સંગઠન છે. એમાં બધા કાર્યકર્તાઓએ પોતાને નિવેદન મોકલીને જાહેર વિરોધ દર્શાવ્યો છે. વાઈન વેચાણના નિર્ણય વિરુદ્ધ આ તમામ લોકો રાજ્યમાં આંદોલન કરવાની તૈયારીમાં છે એમ અણ્ણાએ પત્રમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...