ત્રીજી લહેર:સરકાર 227 કરોડના ખર્ચે ઓક્સિજન સિલિંડર ખરીદશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વખત કરતા ત્રણ ગણા ઓક્સિજનનો સ્ટોક કરવો પડે એવા ચિહ્ન

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં દર્દીઓની અને ઓક્સિજનની માગમાં મોટા પ્રમાણમાં વધારો થાય એવી શક્યતા છે. ત્રીજી લહેરનો સામનો કરવા ગયા વખતની સરખામણીએ ત્રણ ગણા વધારે ઓક્સિજનનો સ્ટોક કરવો પડે એવા ચિહ્ન છે. તેથી ઓક્સિજનના મબલખ સ્ટોક માટે જરૂરી ડ્યુરા સિલિંડર અને ક્રાયો ટેન્કની ખરીદી માટે રૂ. 227 કરોડ ખર્ચ કરવામાં આવશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વતૈયારી માટે ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને મુખ્ય સચિવ સીતારામ કુંટેના સ્તરે બેઠક આયોજિત કરવામાં આવી હતી.

કોરોનાની બીજી લહેરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં જરૂરી મહતમ ઓક્સિજનની જરૂર અને મહતમ દર્દીઓની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવી હતી. એની સરખામણીએ 25 ટકા દર્દીઓમાં વધારો ધ્યાનમાં લેતા આ પહેલાં લાગેલા ઓક્સિજનની જરૂર કરતા ત્રણ ગણો વધુ ઓક્સિજનની પૂર્વતૈયારીની સૂચના રાજ્ય સરકારે તમામ જિલ્લાધિકારીઓને આપી હતી. ગયા વખતની લહેરમાં ઓક્સિજનનો સ્ટોક અને પરિવહન કરવા માટે ટેંકરની સંખ્યા ઓછી પડી હતી.

તેથી ગયા વખતનો અનુભવ ધ્યાનમાં રાખતા 300 લીટરની ક્ષમતાના 3798 ડ્યુરા સિલિંડર અને 20 કિલો લીટર ક્ષમતાના 226 ક્રાયો ટેન્કની ખરીદી કરવા રાજ્યના આરોગ્ય વિભાગને માન્યતા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ શિખરે હતું ત્યારે દરરોજ 1700 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર વર્તાઈ હતી. હવે ઓક્સિજનની ક્ષમતા 2000 મેટ્રિક ટન છે. પણ ત્રીજી લહેરમાં દરરોજ 4000 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે અને માગ વધશે તો ફરીથી લોકડાઉન કરવામાં આવશે.

ઓક્સિજન ટેંકરમાં રૂપાંતર
બીજી લહેરમાં ઓક્સિજનનું પરિવહન કરવા માટે ટેંકરની અછત નિર્માણ થઈ હતી. એ સમયે નાઈટ્રોજન ગેસ અને આરગોન ગેસનું પરિવહન કરતા ટેંકરોમાંથી અડધા ટેંકરનું ચોવીસ કલાકની અંદર લિક્વિડ ઓક્સિજનનું પરિવહન કરતા ટેંકરમાં રૂપાંતર કરવાનો આદેશ રાજ્ય સરકારે જારી કર્યો હતો. આ પાર્શ્વભૂમિ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...