તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The Government Put A Brake On The Education Department's Decision To Start The School From August 17

શિક્ષણ:17 ઓગસ્ટથી શાળા શરૂ કરવાના શિક્ષણ વિભાગનિર્ણયને સરકારે બ્રેક લગાવી દીધી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ વિભાગે 17 ઓગસ્ટથી શાળા શરૂ કરવાનો જારી કરેલો જીઆર (સરકારી ઠરાવ)ને કોરોના ટાસ્ક ફોર્સની બેઠક પછી સરકારે સ્થગિત કરી દીધો છે. બે દિવસ પૂર્વે જ શાળા વિભાગે ગ્રામીણ વિસ્તારોમાં 5થી 7 અને શહેરી વિસ્તારોમાં 8થી 12ના ક્લાસ 17 ઓગસ્ટથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.જોકે બુધવારે થયેલી મંત્રીમંડળની બેઠક અને ત્યાર પછી ટાસ્ક ફોર્સ દ્વારા પણ હાલમાં શાળા શરૂ કરવાનું અનુકૂળ નથી એમ જણાવતાં રાજ્ય સરકારે જીઆર સ્થગિત કરી દીધો છે.

આ નિર્ણયની ઘોષણા કરનારાં શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્યની કાળજી ખાતર આ નિર્ણય લેવાયો છે. ટાસ્ક ફોર્સ ચોક્કસ શું કહેવા માગે છે તે માહિતી મગાવી છે.આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સ, પેડિયાટ્રિક ટાસ્ક ફોર્સ, પ્રથમ કોરોનાની લહેરથી રચાયેલા ટાસ્ક ફોર્સે સર્વ શાળા- કોલેજ ચાલુ કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. આથી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ટાસ્ક ફોર્સ અને શિક્ષણ વિભાગની બુધવારે રાત્રે બેઠક યોજાઈ હતી, જેમાં શાળા – કોલેજ હાલમાં નહીં ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે.

વિદ્યાર્થીઓનું રસીકરણ થયું નથી : દસમા સુધીના વિદ્યાર્થીઓનું હજુ સુધી રસીકરણ થયું નથી. 10 ઓગસ્ટે શાળા શિક્ષણ વિભાગે ગ્રામીણ વિસ્તારોમાં 5-7 અને શહેરી વિસ્તારમાં 8-12 ધોરણના ક્લાસ 17 ઓગસ્ટથી શરૂ કરવાની પરવાનગી આપી હતી. મુંબઈ, મુંબઈ ઉપનગર, થાણેમાં કોવિડની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને શાળા શરૂ કરવા અંગે નિર્ણય લેવા માટે સંબંધિત મહાપાલિકાના કમિશનરને અધિકૃતિ આપવામાં આવી હતી. કોલ્હાપુર, સાંગલી, સાતારા, સોલાપુર, પુણે, અહમદનગર, બીડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગડ, પાલઘરમાં જિલ્લાધિકારીઓને શાળા- કોલેજ શરૂ કરવાની કે કેમ તે અંગે નિર્ણય લેવાની અધિકૃતિ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...