તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:અમારા વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા માટે સરકારે સ્ટોરી બનાવીઃ ફડણવીસ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધી પક્ષનું સંખ્યાબળ ઓછું થાય તે માટે સસ્પેન્ડ કર્યા

7વિધાનસભામાં વિરોધી પક્ષનું સંખ્યાબળ ઓછું થાય તે માટે અમારા વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારા વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા માટે જ સરકારે મંત્રીઓને ગાળાગાળી અને ધક્કામુક્કી કરી હોવાની સ્ટોરી રચી છે, એવો આરોપ વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.

ગેરશિસ્ત વર્તનના કારણ પરથી ભાજપના 12 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જે પછી ફડણવીસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ઓબીસી અનામતના મુદ્દા પરથી અમે સરકારને ખુલ્લી પાડી. સરકારને લીધે અનામત કઈ રીતે ગયું તે અમે બતાવી દીધું. આને કારણે અમારા વિધાનસભ્યો પર ખોટા આરોપ કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અમારા વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવશે એવી મારી શંકા હતી તે સાચી પડી છે. ઓબીસી માટે 12 તો શું 106 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો પણ અમે લડતા રહીશું, એમ ફડણવીસે જણાવ્યું હતું.

મારી પર હકભંગ આવ્યો તો પણ ચાલશે
રાજ્ય સરકાર મંગળવારે મારી પર હકભંગ લાવે તો પણ ચાલશે, પરંતુ હું કહેવા માગું છું કે એક સ્ટોરી તૈયાર કરવામાં આવી હતી. આ મુજબ અમારા વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અમારા એકેય વિધાનસભ્યએ ગાળાગાળી કરી નથી. ગાળ આપનારા કોણ છે તે બધા જાણે છે. શિવસેનાના સભ્યોએ જ ધક્કામુક્કી કરી હતી. તેની પર ભાજપના વિધાનસભ્યો આક્રમક બની ગયા હતા. અમારા આક્રમક વિધાનસભ્યોને અમે દૂર કરવાનો પ્રયાસ કર્યો. ઊલટું, આશિષ શેલારે આ બધા વિધાનસભ્યો વતી અધ્યક્ષની માફી માગી. તેમને ભેટી પણ પડ્યા. આ વાત પૂરી થવા પર અમે બહાર આવ્યા. જોકે અમારા વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા માટે સરકારના મંત્રીઓએ સ્ટોરી રચી, એમ તેમણે જણાવ્યું હતું.

ઓબીસીને અનામત આપવામાં નિષ્ફળ
આ સરકાર ઓબીસીને અનામત આપવામાં ફેઈલ ગઈ છે. મરાઠા અનામત પણ ફેઈલ ગયું છે. હવે મરાઠા અનામતનો ઠરાવ લાવીને તે કેન્દ્ર પાસે મોકલવામાં આવવાનો હોઈ મરાઠા સમાજને ફસાવવાનો આ પ્રકાર છે. દરમિયાન સભાગૃહમાં અધ્યક્ષે તેમની સાથે જે બન્યું તેનું કથન કર્યા પછી ફડણવીસે પોતાની બાજુ રજૂ કરી. તમારી સાથે કોઈએ બોલાચાલી કરી નહોતી. ચેમ્બરમાં શિવસેનાના વિધાનસભ્ય પણ હતા. આ બાબત તમે કહી નહીં. અમે ગુસ્સામાં હતા. તેથી વિવાદ થયો. જોકે પછી વિવાદ મટી ગયા બાદ એકબીજાને ભેટ્યા. ઉપરાંત અમુક સભ્યોના શબ્દ ભૂલભર્યા હતા. આથી તમારી ત્રણ વાર માફી માગી. તે તમે રેકોર્ડ પર લાવ્યા નહીં. અમારા સભ્યોની સંખ્યા ઓછી કરવાનો આ પ્રયાસ છે. આ મારા ધ્યાનમાં આવી ગયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...